
કોડ ઉપરાંત ટોલ-ળી નંબર પણ દર્શાવવો ફરજિયાત.મેડિકલ સ્ટોર્સ પરના QR કોડથી હવે દવા અંગે ફરિયાદ કરી શકાશે.૧૮ જૂને યોજાયેલી ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયાની ૧૬મી વર્કિગ ગ્રૂપ બેઠકમાં આ ર્નિણય કરાયો હતો. દેશભરમાં હવે દવાઓની તમામ દુકાનોમાં ક્યુઆર કોડ અને ટોલ ફ્રી નંબર દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આનાથી લોકો દવાઓની આડ અસરોની તાત્કાલિક સીધી ફરિયાદ કરી શકશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાને રિટેલ અને હોલસેલ દવાની દુકાનમાં ક્વિક રિસ્પોન્સ (QR) કોડ અને ટોલ-ફ્રી નંબર પ્રદર્શિત કરવામાં આવે તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે.
CDSCOએ જણાવ્યું હતું કે આ પગલાથી સ્વદેશીPvPI એડવર્સ ડ્રગ રિએક્શન મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જાહેર જનતા અને હેલ્થકેર પ્રોફેશનલ્સ દવાની આડ અસરો કે બીજી કોઇ આડ ઘટનાની સરળતાથી જાણકારી આપી શકશે. આનાથી કોઇપણ વ્યક્તિ દવાની આડઅસરો વિશે અધિકારીઓને સીધી માહિતી આપી શકશે. આ અધિકારીઓ તેની તપાસ પણ કરશે.૧૮ જૂને યોજાયેલી ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયાની ૧૬મી વર્કિગ ગ્રૂપ બેઠકમાં આ ર્નિણય કરાયો હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓને જારી કરાયેલા પરિપત્રમાં CDSCO એ જણાવ્યું હતું કે તમામ રાજ્ય ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓ દેશભરના દરેક રિટેલ અને હોલસેલ ફાર્મસી સ્ટોરમાં એક અગ્રણી સ્થાન પર નિયુક્ત QR કોડ પ્રદર્શિત કરે તેની ખાતરી કરશે. આ ઉપરાંત દરેક મેડિકલ સ્ટોર ઊઇ કોડની સાથે ૧૮૦૦-૧૮૦-૩૦૨૪ ટોલ ળી નંબર પણ સ્પષ્ટપણે દર્શાવવો પડશે.પરિપત્રમાં જણાવ્યા મુજબ આ આદેશના પાલન માટે તાત્કાલિક પગલાં લેવાના રહેશે. લાઇસન્સ ધરાવતા તમામ મેડિકલ સ્ટોર્સને પણ અંગેની માહિતી આપવાની રહેશે.




