મોદી સરકારને મળી મોટી જીત રશિયન સેનામાં છેતરપિંડીથી ભરતી થયેલા ભારતીયોને મુક્ત કરવાના મોદી સરકારના પ્રયાસોને મોટી સફળતા મળી છે. સરકારના આ પ્રયાસોનું પરિણામ છે કે રશિયાએ પોતાની સેનામાંથી 45 ભારતીય નાગરિકોને મુક્ત કર્યા છે. વધુ 50 ભારતીયોને મુક્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. (“russia ukraine war update,)
વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. ગયા વર્ષે જુલાઈમાં રશિયાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન સેનામાં ફરજ બજાવતા ભારતીયોની મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સેના દ્વારા 45 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે લગભગ 50 ભારતીયો હજુ પણ રશિયન સેનામાં છે. તેમને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ છે અને આ અંગે રશિયન સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.
પીએમ મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો
તમને જણાવી દઈએ કે ગત જુલાઈમાં વડાપ્રધાન મોદીએ મોસ્કોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે તેમની સેનામાં રાખવામાં આવેલા ભારતીયોને જલદીથી મુક્ત કરવામાં આવે. પુતિને પણ ખાતરી આપી હતી. (russia ukraine war indian people)
ખોટી માહિતીના આધારે ભરતી કરવામાં આવી હતી
યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ ભારત ઉપરાંત નેપાળ, શ્રીલંકા અને અન્ય દેશોના લોકોને રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. રશિયન સેનામાં ભરતી થયેલા ભારતીયોએ કહ્યું હતું કે તેઓને ત્યાં ખોટી માહિતીના આધારે ભરતી કરવામાં આવી હતી. નેપાળી નાગરિકો દ્વારા પણ આવો જ આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુક્રેન સાથેના સંઘર્ષમાં રશિયન પક્ષે લડતા લડતા કેટલાંક ભારતીયો માર્યા ગયા હોવાના પણ અહેવાલ છે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધડપકડ ને ગણાવી યોગ્ય, તો પછી જામીન કેમ આપ્યા?