
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યોTata Motors એ મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV.આ SUV થોડા અઠવાડિયા પહેલા જ લોન્ચ કરવામાં આવી હતી અને હવે ધીમે ધીમે ડીલરશીપ પર આવી રહી છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ Tata Motors એ તેમને એક ખાસ ભેટ આપી છે. કંપનીએ ટીમના દરેક ખેલાડીને નવી Sierra SUV. ભેટમાં આપી છે. આ SUV થોડા અઠવાડિયા પહેલા જ લોન્ચ કરવામાં આવી હતી અને હવે ધીમે ધીમે ડીલરશીપ પર આવી રહી છે. ટાટા મોટર્સ દ્વારા આ પગલાને મહિલા ખેલાડીઓનું સન્માન કરવા અને તેમની સિદ્ધિઓને સેલિબ્રિટ કરવા તરીકે જાેવામાં આવી રહ્યું છે. ચાલો આ નવી SUV ની વિશેષતાઓ પર એક નજર કરીએ.
ટાટા મોટર્સના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે મહિલા ક્રિકેટ ટીમને ડિસેમ્બરમાં સન્માનિત કરવામાં આવશે. આ પછી, તમામ ખેલાડીઓને જાન્યુઆરીમાં સત્તાવાર રીતે તેમની ટાટા સિએરા SUV ની ચાવી સોંપવામાં આવશે. ખરેખર, ટાટા સિએરા ભારતીય કાર બજારમાં એક ઐતિહાસિક નામ રહ્યું છે. તેને ભારતની પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા SUV માનવામાં આવે છે. આ નામની વાપસી ઘણા વર્ષોથી રાહ જાેવામાં આવી રહી છે.
નવી ટાટા સિએરા તાજેતરમાં જ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી, અને બુકિંગ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો તેને તેમની નજીકની ડીલરશીપ અથવા કંપનીની વેબસાઇટ દ્વારા બુક કરી શકે છે.
નવી Tata Sierra પાછલા મોડેલથી સંપૂર્ણપણે અલગ છે. નામ સિવાય, તે જૂની સિએરા સાથે કંઈ શેર કરતી નથી. આ SUV નવા ARGOS પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેની ડિઝાઇન બોક્સી છે, જેમાં સ્લીક LED હેડલેમ્પ્સ છે જે ફ્રન્ટ ગ્રિલના ભાગ રૂપે દેખાય છે.સામેની બાજુ LED DRLs અને વેલકમ લાઇટ બાર તેને શક્તિશાળી અને પ્રીમિયમ લૂક આપે છે. વાહનનો નીચેનો ભાગ ગ્લોસ બ્લેક ક્લૈડિંગ આપવામાં આવી છે.
નવી સિએરાની સાઇડ પ્રોફાઇલમાં પાછળની બારીઓ અને છતને બ્લેક રંગમાં રાખવામાં આવી છે. આ ડિઝાઇન જાણી જાેઈને જૂની ટાટા સિએરાની સિગ્નેચર Alpineવિન્ડોની યાદ અપાવે છે. વધુમાં, તે તેના સેગમેન્ટમાં પ્રથમ ICE SUV છે જેમાં ડેશબોર્ડ પર ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ છે.
Tata Sierra માં આ સેગમેન્ટનું સૌથી મોટું પેનોરેમિક સનરૂફ આપવામાં આવ્યું છે. તેના કેબિનમાં ફ્લોટિંગ-ટાઇપ સેન્ટર કન્સોલ અને ડોર આર્મરેસ્ટ સહિત નવી ડિઝાઇન છે. આ જીેંફ સીટ વેન્ટિલેશન, લેવલ-૨ ADAS,, હેડ-અપ ડિસ્પ્લે, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને છ એરબેગ્સ જેવા અનેક અદ્યતન ફીચર્સથી સજ્જ છે.




