Vande Bharat Sleeper Coach:વંદે ભારત સ્લીપર કોચ આગામી કેટલાક મહિનામાં દોડવા જઈ રહ્યા છે. આ ટ્રેન લાંબા અંતરની મુસાફરીને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે BEMLની ફેક્ટરીમાં વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચની પ્રતિકૃતિનું અનાવરણ કર્યું.
વૈષ્ણવે જણાવ્યું કે વંદે સ્લીપર ચલાવતા પહેલા તેનું 10 દિવસ સુધી ટ્રાયલ કરવામાં આવશે. નિરીક્ષણ બાદ વૈષ્ણવે કહ્યું કે અમે ત્રણ મહિના પછી વંદે ભારત સ્લીપર કોચનું પેસેન્જર ઓપરેશન શરૂ કરવાની આશા રાખીએ છીએ. આ ટ્રેનના તમામ કોચ સંપૂર્ણપણે સ્લીપર હશે.
વંદે ભારત સ્લીપર ટ્રેન કેટલી ઝડપે દોડશે?
રેલ્વે મંત્રીએ કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન 160/kmphની ઝડપે દોડશે, જે 180/kmphની ટોપ સ્પીડ સુધી જઈ શકે છે. આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાંથી 11 3AC, 4 2AC અને 1 ફર્સ્ટ ક્લાસ કોચ હશે.
રેલ્વે મંત્રીએ કહ્યું, “નવી ટ્રેન ડિઝાઇન કરવી એ એક જટિલ કાર્ય છે. વંદે ભારત સ્લીપરમાં ઘણી નવી વિશેષતાઓ છે. તેમણે કહ્યું કે વંદે ભારત ચેર-કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારત લોકોની મુસાફરી કરવાની રીત બદલશે.”
National News: જમ્મુના સુજવાનમાં આર્મી બેઝ પર આતંકવાદી હુમલો, આટલા સૈનિક થયા ઘાયલ
National News:બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર,જાણો શું છે મામલો