
રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા વિવિધ સાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારની ખોટી માહિતી ફરતી થઈ રહી છે. આ અંગે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સરકારે મીડિયા આઉટલેટ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર ઘટના સંબંધિત ખોટી, છેડછાડ કરેલી સામગ્રી પ્રકાશિત કરવા માટે ચેતવણી આપી છે.
મંત્રાલયે આ સલાહ આપી છે
સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ સલાહ આપવામાં આવી છે. મંત્રાલયે પોતાની એડવાઈઝરીમાં કહ્યું કે તાજેતરમાં જ એવું જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને ભ્રામક સંદેશાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ સંદેશાઓ સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે.