
૧૦ હજાર લોકો સુધી રાશન કિટ સાથે મદદ કરશે.પંજાબમાં રિલાયન્સે મોટું રાહત અભિયાન શરુ કર્યું.પંજાબમાં કમ્યુનિટી કિચન ચલાવવા માટે રાશન આપવામાં આવી રહ્યું છે, જેથી તરત ભોજન મળી શક.પંજાબમાં આવેલા ભીષણ પૂર બાદ રિલાયન્સે રાજ્યમાં મોટી રાહત અને બચાવ અભિયાન શરુ કર્યું છે. કંપનીએ કહ્યું કે, તે રાજ્ય પ્રશાસન, પંચાયતો અને સ્થાનિક લોકો સાથે મળીને સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને અમૃતસર અને સુલ્તાનપુર લોધીના ગામડાઓમાં.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ આ અંગે કહ્યું કે, આ કપરા સમયમાં અમારું દિલ પંજાબના લોકો સાથે છે. કેટલાય પરિવારોના ઘર, રોજગાર અને સુરક્ષાની ભાવના ખોઈ દીધી છે. સમગ્ર રિલાયન્સ ફેમિલી તેમની સાથે ઊભી છે. ખાવાનું, પીવાનું, શેલ્ટર કિટ અને માણસોની સાથે સાથે જાનવરોની દેખરેખ પણ થઈ રહી છે. આ પોઈન્ટનો પ્લાન અમારો ઉી ઝ્રટ્ઠિીના વિચારને દર્શાવે છે. અમે પંજાબ સાથે કદમ મિલાવીને ચાલવા માટે કટિબદ્ધ છીએ.
રિલાયન્સે સૌથી વધારે પ્રભાવિત ૧૦,૦૦૦ પરિવારો માટે ડ્રાય રાશન કિટ તૈયાર કરી છે. આ ઉપરાંત ૧૦૦૦ જરૂરિયાતમંદ ઘરોને ૫,૦૦૦ રૂપિયાનું વાઉચર આપવામાં આવી રહ્યા છે. તેમાંથી મોટા ભાગની એકલી મહિલાઓ અને વૃદ્ધ મહિલાઓ સામેલ છે. કમ્યુનિટી કિચન ચલાવવા માટે રાશન આપવામાં આવી રહ્યું છે, જેથી તરત ભોજન મળી શકે. પાણી ભરેલી વિસ્તારમાં સુરક્ષિત પાણી પીવા માટે પોર્ટેબલ વોટર ફિલ્ટર લગાવવામાં આવી રહ્યા છે. વળી પૂરમાં બેઘર થયેલા પરિવારો માટે ટેન્ટ, તાડપત્રી અને મચ્છરદાની, રસ્સી અને બેડ જેવા શેલ્ટર કિટ પહોંચાડવામાં આવી રહી છે.
રિલાયન્સ ટીમ સ્વાસ્થ્ય જાગૃતિ સત્ર આયોજિત કરી રહી છે અને પૂર બાદ બીમારીઓને રોકવા માટે પાણીના સ્ત્રોતની સફાઈ અને ડિસઇન્ફેક્શન કરી રહી છે. દરેક પ્રભાવિત ઘરને સેનિટેશન કિટ આપવામાં આવી રહી છે, જેમાં રોજિંદી જરૂરી સ્વચ્છતા સામગ્રી સામેલ છે.
પૂરમાં માણસોની સાથે સાથે જાનવરો પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પશુપાલન વિભાગ સાથે મળીને રિલાયન્સ ફાઉંડેશન અને વનતારાએ પશુ ચિકિત્સા શિબિર લગાવી છે. અહીં દવાઓ, વેક્સિન અને દેખરેખ રાખવામાં આવશે. લગભગ ૫૦૦૦ ઢોર માટે ૩૦૦૦ સાઈલઝ બંડલ વહેંચવામાં આવી રહ્યા છે. વનતારાની ૫૦થી વધારે નિષ્ણાતોની ટીમ આધુનિક રેસ્ક્યૂ ઉપકરણો સાથે જાનવરોની સારવાર કરી રહી છે અને જે પશુ પૂરમાં મર્યા છે, તેમનું સન્માનજનક રીતે વૈજ્ઞાનિક રીતે અંતિમ સંસ્કાર પણની પણ ખાતરી કરી રહ્યા છે, જેથી બીમારી ન ફેલાય.
જિયો પંજાબ ટીમે એનડીઆરએફ સાથે મળીને પૂરગ્રસ્ત વિસ્તારમાં નેટવર્ક શરુ કરવા માટે સતત કામ કર્યું છે અને આખા રાજ્યમાં ૧૦૦ ટકા કનેક્ટિવિટીની ખાતરી આપી છે. તો વળી રિલાયન્સ રિટેલની ટીમે રિલાયન્સ ફાઉંડેશન અને વોલિટિયર્સ સાથે મળીને ખાસ ૨૧ આઈટમવાળી રાશન અને સેનિટેશન કિટ મોકલી છે. જેથી પ્રભાવિત ગામડામાં પોષણ અને સ્વચ્છતા બની રહે.
રિલાયન્સ ફાઉંડેશને કહ્યું કે, ટીમ ચોવીસ કલાક પ્રશાસન, પંચાયતો અને પશુપાલન વિભાગ સાથે કામ કરી રહી છે. જરૂરી મદદ તરત પહોંચાડવાની સાથે સાથે મધ્યમ અવધિની રિકવરી યોજના પણ બનાવી છે.
નિવેદનમાં કહેવાયું છે કે આ સંકટની ઘડીમાં રિલાયન્સ પંજાબના લોકો સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે. અમારી સામૂહિક કોશિશો રાજ્યને જલદી અને મજબૂતીથી બહાર લાવવામાં મદદ કરશે.




