(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દરરોજ છ થી આઠ લાખ રૂપિયાની ચોરી થતી હતી. બેંક અધિકારીઓએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ( SIT) ને જણાવ્યું હતું કે ચોરી નો પર્દાફાશ થાય એ પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બેંક ખાતાઓમાં દરરોજ સરેરાશ ૧૬ થી ૧૮ લાખ રૂપિયા જમા થતા હતા. જોકે ચોરીની વાત સામે આવ્યા બાદ આ રકમ વધીને ૨૪ થી ૨૬ લાખ રૂપિયા પ્રતિ દિવસ થઈ ગઈ છે.
મંદિર સંકુલ માં આશરે ૧૦ દાન કાઉન્ટર કાર્યરત છે. જે સવારે ૦૭ વાગ્યાથી રાત્રે ૦૯ વાગ્યા સુધી દાન સ્વીકારે છે. રજાઓ અને ખાસ દિવસોમાં પ્રતિ કાઉન્ટર બે લાખ રૂપિયા સુધી દાન વધી જાય છે. બેંક થાપાણોમાં અચાનક થયેલા વધારાએ તપાસ એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે. SIT તપાસ કરી રહી છે કે પહેલા અને હવે એકઠી કરવામાં આવેલી રકમમાં આટલો તફાવત કેમ છે? પોલીસ આ બધા મુદ્દાઓની તપાસ કરી રહી છે.





