
ખાધા બાદ લોકો ઊલટીઓ કરવા લાગ્યા પ્રતિષ્ઠિત વંદે ભારત ટ્રેનના નાશ્તામાંથી કીડા નીકળ્યા વંદે ભારત ટ્રેનના યાત્રીએ લોકો ઊલટી કરતા હોય અને ખાવામાં કીડા નીકળવાની તસવીરો શેર કરી ભારતીય રેલની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેન છે વંદે ભારત એક્સપ્રેસ. દેશમાં ચાલી રહેલી તમામ વંદે ભારતમાં આ ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. પણ આ ટ્રેનના ભોજનમાં પણ કીડા નીકળે તો તમે શું કહેશો? જી હાં, આગરા કેન્ટથી પ્રયાગરાજ જઈ રહેલી વંદે ભારતના નાસ્તામાં કીડા નીકળ્યા. જેવું લોકોએ ખાવાનું ખાધું તો ઊલટીઓ કરવા લાગ્યા. જેના ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. આ ઘટનાથી દુખી થઈ યાત્રીઓએ રિફંડ પાછું કરવાની માગ કરવા લાગ્યા.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે એક મુસાફરે આખી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો. યાત્રીએ લોકો ઊલટી કરતા હોય અને ખાવામાં કીડા નીકળવાની તસવીરો શેર કરી છે. યાત્રીઓનું કહેવું છે કે સફર દરમ્યાન તેમને જે ખાવાનું આપવામાં આવ્યું, તેમાં કીડા હતા. નવાઈની વાત એ છે કે એ જ ડબ્બામાં કેટલાય યાત્રીઓ સાથે આવી જ ઘટના ઘટી છે. ત્યાર બાદ કોચમાં હડકંપ મચી ગયો અને યાત્રીઓએ ડરના કારણે ખાવાની ના પાડી દીધી.
હકીકતમાં જાેઈએ તો, ટ્રેન નંબર ૨૦૧૭૬ આગરા-વારાણસી વંદે ભારતના કોચ C13 માં પિરસવામાં આવેલા નાશ્તામાંથી જીવડાં મળ્યા. મુંબઈના બાળ રોગ નિષ્ણાંત ડો. કપિલ પાટિલની પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ. બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે પરિવાર પ્રયાગરાજ જઈ રહ્યો હતો. પણ રસ્તામાં તેમની સાથે આ દુર્ઘટના થઈ ગઈ. રેલવે પ્રશાસને તપાસ અને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.બીજી તરફ જે લોકોએ ખાવાનું ખાધું હતું તેઓ ઊલટી કરવા લાગ્યા. તેના પર ગુસ્સે ભરાયેલા લોકોએ દેકારો શરુ કર્યો. તેમણે રિફંડ પાછું કરવાની માગ કરી. કહેવાયું છે આટલું ખરાબ ખાવાનું ખાવાથી અમારા સ્વાસ્થ્ય સાથે રમત થઈ રહી છે. આવા સમયે રેલવેને અમારા પૈસા પાછા કરવા જાેઈએ. આ સમગ્ર મામલાની તસવીર અને વીડિયો જાેર શોરથી વાયરલ થઈ રહ્યા છે





