
ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અટકાવાઈ.ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટે. સુધી સ્થગિત.ઉત્તરાખંડમાં મેઘરાજાએ ભયાનક તબાહી સર્જી છે. અહીં અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટનાઓ બન્યા બાદ અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.
આ ઉપરાંત ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રાના માર્ગ પર પણ અનેક ઠેકાણે ભૂસ્ખલન થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીજીતરફ હવામાન વિભાગે રાજ્યમાં પાંચમી ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે ચારધામ એટલે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો ર્નિણય લીધો છે. આ સાથે હેમકુંડ સાહિબ યાત્રા પણ અટકાવી દેવાઈ છે.
ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ કહ્યું કે, ‘રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે અનેક સ્થળે ભૂસ્ખલન થયા બાદ અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. જાેકે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખી હાલ ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો ર્નિણય લેવાયો છે.
ઉત્તરાખંડ હવામાન વિભાગે પાંચ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગઢવાલ અને કુમાઈના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ કારણે નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત વરસાદ ટાણે ભૂસ્ખલન થવાની પણ સંભાવના છે.




