
મમતા સરકારનો યુ ટર્નપ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ.વક્ફ સુધારો અધિનિયમ ૨૦૨૫માં કરવામાં આવેલી કેટલીક મહત્ત્વપૂર્ણ જાેગવાઈઓ વિવાદનું કેન્દ્ર બની હતી.કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ ૨૦૨૫નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં રાજ્યની લગભગ ૮૨,૦૦૦ વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.
અહેવાલો અનુસાર, મમતા સરકારનો આ યુ-ટર્ન રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ જાહેરમાં જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળમાં આ નવા કાયદાને લાગુ થવા દેશે નહીં. એપ્રિલમાં જ્યારે સંસદમાં આ બિલ પસાર થયું હતું, ત્યારે રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.
તેમણે નવમી એપ્રિલના રોજ જૈન સમુદાયના એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે, હું બંગાળમાં વક્ફ સુધારા કાયદાને લાગુ થવા દઈશ નહીં… તેમનું રક્ષણ કરવું એ મારી ફરજ છે.
રાજ્ય સરકારે ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ લડી હતી, પરંતુ કોર્ટમાંથી તેમને કોઈ અનુકૂળ ર્નિણય મળ્યો નહોતો. કાયદાની કલમ ૩મ્ સ્પષ્ટ આદેશ આપે છે કે બધી નોંધાયેલ વક્ફ મિલકતોની માહિતી છ મહિનાની અંદર કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ થવી જાેઈએ. આ સમયમર્યાદા પૂરી થવાના આરે હોવાથી રાજ્ય વહીવટીતંત્રે હવે તાત્કાલિક ડેટા-એન્ટ્રી પ્રક્રિયા શરુ કરવાના પગલાં લીધા છે.
વક્ફ સુધારો અધિનિયમ ૨૦૨૫માં કરવામાં આવેલી કેટલીક મહત્ત્વપૂર્ણ જાેગવાઈઓ વિવાદનું કેન્દ્ર બની હતી. વક્ફ બોર્ડ અને વક્ફ ટ્રિબ્યુનલમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક કરવી. કોઈપણ મિલકતને વક્ફ તરીકે જાહેર કરવા અંગે સરકારનો અંતિમ ર્નિણય માન્ય ગણવો. આ જાેગવાઈઓના કારણે જ પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. જાે કે, કેન્દ્રના આદેશનું પાલન કરવું રાજ્ય સરકાર માટે ફરજિયાત બનતાં મમતા સરકારે કાયદાનો સ્વીકાર કરવો પડ્યો છે.




