
ગૃહ મંત્રાલય સામેTMC સાંસદોના દેખાવ.ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ભારે ઘમસાણ.તૃણમૂલ કોંગ્રેસના ૮ સાંસદોના દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર ધરણા અને સૂત્રોચ્ચાર.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની I-PAC ની ઑફિસ પર EDના દરોડા બાદ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવીને મોરચો ખોલી દીધો છે. આ મામલો હવે બંગાળથી દિલ્હી પહોંચી ગયો છે, જ્યાંTMC ના સાંસદો ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
કોલકાતામાં I-PAC ઑફિસ પર ED ના દરોડાના વિરોધમાં, તૃણમૂલ કોંગ્રેસના ૮ સાંસદોએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
ડેરેક ઓ‘બ્રાયન, શતાબ્દી રોય, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ અને ડૉ. શર્મિલા સરકાર સહિતના સાંસદો ધરણા પર બેઠા હતા. જાેકે, દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા તમામ સાંસદોની અટકાયત કરી લીધી છે.
આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાના શેક્સપિયર સરાની પોલીસ સ્ટેશનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિરુદ્ધ જાતે ફરિયાદ નોંધાવી છે. ED ના દરોડા બાદ, આ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે.
પ્રથમ FIR: મુખ્યમંત્રી દ્વારા નોંધાવવામાં આવેલી પહેલી FIR માં ચોરી, ગુનાહિત અતિક્રમણ અને ઈલેક્ટ્રોનિક પુરાવાની ચોરી જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
બીજી FIR : બીજી FIR પોલીસે સુઓ મોટો (સ્વત: સંજ્ઞાન) લેતા નોંધી છે, જેમાં સરકારી કર્મચારીઓને કામ કરતા રોકવા અને ખોટી રીતે અટકાયતમાં રાખવાના આરોપો છે.
ગુરુવારે, ED એ ‘બંગાળ કોલસા કૌભાંડ‘ સાથે જાેડાયેલી તપાસના ભાગરૂપે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની કંપની I-PAC ની ઑફિસ પર દરોડા પાડ્યા હતા. આ કંપનીTMC માટે રાજકીય સલાહકાર ઉપરાંત તેના IT અને મીડિયા ઓપરેશન્સનું પણ સંચાલન કરે છે. દરોડાની જાણ થતાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ED ની કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત અને ચૂંટણી પહેલા TMC ને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
આ મામલે કોંગ્રેસે પણ ED ની કાર્યવાહીની ટીકા કરી છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ શુભંકર સરકારે દરોડાના સમય પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓનો રાજકીય દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
ED ની કાર્યવાહીના વિરોધમાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે એટલે કે શુક્રવારે કોલકાતામાં એક વિશાળ વિરોધ માર્ચનું આયોજન કર્યું છે. આ ઉપરાંત,TMC એ કોર્ટમાં પણ ED વિરુદ્ધ અરજી દાખલ કરીને કાર્યવાહીને ગેરકાયદેસર જાહેર કરવા અને પાર્ટીના તમામ ગુપ્ત દસ્તાવેજાે તાત્કાલિક પરત કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે.




