
આપણે જે દુનિયામાં રહીએ છીએ તેના ઘણા રહસ્યો તમને આશ્ચર્યચકિત કરે છે. તેવી જ રીતે, ઘણા દેશો એવા છે જેમના નિયમો તમને વિચારવા મજબૂર કરે છે કે આવું કેમ છે?
વિશ્વના સૌથી નાના અને ઓછી વસ્તીવાળા દેશ વેટિકન સિટીમાં પણ એક આવો જ નિયમ છે, જે ખૂબ જ વિચિત્ર છે અને તમને આશ્ચર્યચકિત કરી શકે છે. ચાલો જાણીએ આ નિયમો વિશે…
વેટિકન સિટીમાં કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપી શકતી નથી. આ નિયમ ખૂબ જ કડક છે અને તેના કારણે છેલ્લા ૯૫ વર્ષમાં અહીં એક પણ બાળકનો જન્મ થયો નથી. વેટિકન સિટીમાં, જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભવતી થાય છે અને તેનો ડિલિવરી સમય નજીક આવે છે, ત્યારે તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવે છે. તે ડિલિવરી પછી પાછી આવી શકે છે.

વાટીનાક શહેરમાં આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કારણ કે આ દેશમાં એક પણ હોસ્પિટલ નથી. હોસ્પિટલ અને ડિલિવરી રૂમના અભાવે અહીં બાળકોનો જન્મ થતો નથી. કુદરતી ડિલિવરી પણ પ્રતિબંધિત છે.
એવું નથી કે અહીં હોસ્પિટલ બનાવવાનો કોઈ પ્રસ્તાવ નહોતો, પરંતુ દર વખતે આ પ્રસ્તાવ નકારી કાઢવામાં આવ્યો હતો. આનું કારણ વેટિકન સિટીનો વિસ્તાર છે. આ આખો દેશ ફક્ત ૧૧૮ એકરમાં ફેલાયેલો છે. જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભવતી હોય છે અથવા કોઈ બીમાર પડે છે, ત્યારે તેને રોમની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે. અથવા તેને તેના દેશમાં પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે.




