
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત.
આજના આધુનિક યુગમાં હવે મોબાઈલ જાણે કે જરૂરિયાતનું સાધન બની ગયો હોય એટલી હદે એનો જે ઉપયોગ થઈ રહ્યો છે એના કરતાં વધુ એનો દૂરઉપયોગ થઈ રહ્યો છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં જ હોય કારણ મોબાઈલ હવે કેમેરામાં ઉત્તમ ફોટા કે વિડીયો લઈ શકે છે. એમ જ તેનો ઉપયોગ બ્લેકમેઈલિંગ માટે પણ થઈ શકે છે. મોબાઇલ પોતે તો કોઈ ગુનો કરતો નથી. પણ તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમા વધ્યો છે. લગ્ન પૂર્વે પ્રેમીઓ મોબાઈલથી અંગત પળોનો વિડીયો ઉતારવાનું સાહસ કરતાં હોય છે. અંગત પળોનો આનંદ લેવાની સાથે વિડીયો ઉતારવામાં કયો આનંદ આવે છે તે તો એ પ્રેમીઓ જાણે. પણ એમ કરીને તેઓ મોટુ અને ખોટું જોખમ ઉઠાવે છે.
એક તબક્કે માની લઈએ કે પ્રેમીને વિડીયો ઉતારવામાં આનંદ આવતો હશે,પણ પેલી પ્રેમિકા કઈ રીતે એને માટે રાજી થઈ જાય છે એ નથી સમજણ પડતી. પોતાના શરીરને ખુલ્લુ કરવાનો જ સંકોચ થતો હોય,ત્યાં પ્રેમિકા વિડીયો ઉતારવા શરીર ખુલ્લુ સોંપી દે એમાં પ્રેમનું કેટલું ને કેવું મૂલ્ય વધે છે એ સમજ શક્તિની બહારનું છે. આ બાબતે કોઈને એવો વિચાર નહીં આવતો હોય કે આ વિડીયોનો દુરુપયોગ પણ પ્રેમી કરી શકે છે?
અને એવા કેટલાય ઢગલાબંધ બનાવો અખબારોમાં ચમકી ચૂકયા હોય? ત્યારે જે હોંશે હોંશે અને આનંદથી વિડીયો ઉતારવામાં પ્રેમીએ પાછું વાળીને જોયું ના હોય એ વિડીયો ડિલીટ કરવા પ્રેમીને પછી આજીજી અને કાલાવાલા કરવા પડતાં હોય એવા વિડીયોને પ્રેમિકા ઉતારવા જ કેમ દેતી હોય છે? જે પ્રેમી વિડીયો ઉતારી વિકૃત આનંદ લઈ ને કયા સાચા પ્રેમનો અહેસાસ કરાવે છે કે પછી પોર્ન ફિલ્મ ઉતારે છે ને કયા હેતુથી ઉતારે છે તે કોઈથી જરાય અજાણ્યું હોતું નથી. અને આ નાદાનિયત તો નથી જ કદાચ એ સમયે પ્રેમિકા એનો વિરોધ કરતી પણ હશે.પણ એની કોઈ વાત પ્રેમી માનતો પણ નહીં હોય એની જગ્યાએ જો પ્રેમિકા મક્કમ વિરોધ કરે તો પ્રેમીએ માનવું પણ પડે. એ પ્રેમી છે. બળાત્કારી નથી ને એવું માનતી પ્રેમિકા પ્રેમીના મન ને થોડી જાણી શકે છે? અને જો પ્રેમીનો ઈરાદો ખરાબ જ હોય તો આખરે પ્રેમિકાએ એની પસંદગી માટે પસ્તાવા સિવાય કોઈ રસ્તો જ નથી હોતો.
જ્યારે અંગત પળોનો વિડીયો જો પ્રેમી ધ્વારા ઉતારવામાં આવે ત્યારે જ પ્રેમિકાએ મક્કમપણે આનો વિરોધ કરવો
જોઈએ. કારણ બીજું કોઈ ત્યા હોતું નથી. આ દૂષણ જો અટકે તો ઘણી પ્રેમિકાઓ બ્લેકમેઈલ થતી બચી તો જશે પરંતુ અકાળે
ભર જવાની માં આત્મહત્યા કરવાથી પણ બચી જશે. હવે એવું લાગે છે કે કોઈપણ અંગતપળોનો વિડીયો ઉતારવા પર તાત્કાલિક
અસર થી પ્રતિબંધ મૂકવાની જરૂર હોય એવું નથી લાગતું?




