
પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું રસીખ સલામને બદલે જાેશ હેઝલવુડને એવોર્ડ અપાતા આકાશ ચોપડા નારાજ રસીખ સલામને બદલે માત્ર ૧ વિકેટ લેનાર જાેશ હેઝલવુડને આ એવોર્ડ અપાતા આકાશ ચોપડાએ નારાજગી વ્યક્ત કરી હતી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ની ૨૩મી મેચમાં આરસીબીએ લખનૌ સુપર જાયન્ટ્સને ૫ વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. જાેકે, આ મેચ બાદ મળેલો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ચર્ચાનો વિષય બન્યો છે. ૪ વિકેટ ઝડપનાર રસીખ સલામને બદલે માત્ર ૧ વિકેટ લેનાર જાેશ હેઝલવુડને આ એવોર્ડ અપાતા પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ નારાજગી વ્યક્ત કરી છે. લખનૌ વિરુદ્ધ આરસીબીના બોલરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં યુવા ફાસ્ટ બોલર રસીખ સલામ ડારે ૪ ઓવરમાં માત્ર ૨૪ રન આપીને ૪ મહત્વની વિકેટ ઝડપી હતી. બીજી તરફ જાેશ હેઝલવુડે ૪ ઓવરમાં ૨૦ રન આપીને માત્ર ૧ વિકેટ લીધી હતી. આંકડાકીય રીતે રસીખનું પ્રદર્શન ઘણું ચઢિયાતું હોવા છતાં એવોર્ડ હેઝલવુડને આપવામાં આવ્યો. પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપડાએ કહ્યું કે, આરસીબી-એલએસજી મેચમાં રસીખ સલામને પ્લેયર ઓફ ધ મેચ કેમ ન આપવામાં આવ્યો? આ તો યુવા ખેલાડીની મહેનત સાથે અન્યાય છે. આકાશના મતે, જ્યારે રસીખ જેવા યુવા ખેલાડીઓ દિગ્ગજાે વચ્ચે શાનદાર દેખાવ કરે ત્યારે તેમને પ્રોત્સાહન મળવું જાેઈએ, નહીં તો તેમનો ઉત્સાહ ઘટી શકે છે.





