
અમદાવાદના ૧૪ વર્ષના છોકરાએ કર્યો કમાલજુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપમાં દેવવ્રતસિંહે મેળવ્યું પ્રથમ સ્થાનતે મેયો કોલેજ બોયઝ સ્કૂલમાં ધો. ૯માં અભ્યાસ કરે છદેવવ્રત સિંહ રાજાવત, એક જુનિયર ગોલ્ફર છે, જેણે આંતરરાષ્ટ્રીય જુનિયર ગોલ્ફ ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેણે પોતાની શ્રેણીમાં ઇન્ડિયા ક્વોલિફાયર જીતીને બંને ઇવેન્ટ્સ માટે ક્વોલિફાય કર્યું છે.
દેવવ્રત સિંહ રાજાવતે ઇન્ડિયા ક્વોલિફાયર જીત્યું અને જુલાઈ ૨૦૨૫માં કેલિફોર્નિયાના સાન ડિએગોમાં હ્લઝ્રય્ કેલવે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પ્રતિષ્ઠિત ૈંસ્ય્ એકેડેમી જુનિયર વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં રમ્યો હતો. તેણે યુએસએના કોચેલા વેલીમાં ફ્યુચર ચેમ્પિયન્સ ટૂરમાં પણ ભાગ લીધો, જ્યાં વિશ્વભરના ૩૦૦થી વધુ જુનિયર ગોલ્ફરોએ પોતપોતાના દેશોમાંથી ક્વોલિફાય કર્યું હતું.
હાલમાં દેવવ્રત સિંહે ગ્રીન્સ ટુ ગ્લોરી જુનિયર માસ્ટર્સ ઇન્ટરનેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે ૨૮થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ૈં્ઝ્ર ક્લાસિક ગોલ્ફ રિસોર્ટમાં યોજાઈ હતી.
આ ટૂર્નામેન્ટ સેલેંગોર ઇન્ટરનેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ માટેની ક્વોલિફાયર સ્પર્ધા પણ હતી, જે જાન્યુઆરી ૨૦૨૬માં સેરી સેલેંગોર ગોલ્ફ ક્લબ, સેલેંગોર, મલેશિયામાં યોજાવાની છે. દેવવ્રત સિંહ આ સ્પર્ધામાં ઇન્ડિયા ક્વોલિફાયર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
દિલ્હી દ્ગઝ્રઇ વિસ્તારમાં ધુમ્મસ અને પ્રદૂષણના કારણે ૬:૪૫ વાગ્યે સવારે ટી-ઓફ થવાની મુશ્કેલ પરિસ્થિતિ છતાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આ ઉપરાંત, દેવવ્રત સિંહે જીત મેળવીને એશિયન જુનિયર માસ્ટર્સ ૨૦૨૬ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે, જે ફેબ્રુઆરી ૨૦૨૬માં થાઈલેન્ડના બ્લેક માઉન્ટેન ગોલ્ફ ક્લબ, હુઆ હિન ખાતે યોજાવાની છે. તે ત્યાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઉત્સાહિત છે.
દેવવ્રત સિંહ અમદાવાદનો નિવાસી છે, તેની ઉંમર ૧૪ વર્ષ છે અને તે હાલમાં મેયો કોલેજ બોયઝ સ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરે છે.




