ફાઇનલમાં પાકિસ્તાનને ૧૯ રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો એશિયન ગેમ્સમાં ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ ટીમ ઈન્ડિયાએ ૨૧૧ રન બનાવ્યા હતા : જવાબમાં પાકિસ્તાની ટીમ ૧૯૨ રન જ બનાવી શકી : અભિષેક શર્માએ ૬૧ અને તિલક વર્માએ ૫૧ રન બનાવ્યા
ભારતે એશિયાડની મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને ૧૯ રને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૧૧ રન બનાવ્યા હતા. આ ભારતનો પાકિસ્તાન સામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં પાકિસ્તાની ટીમ ૧૯૨ રન જ બનાવી શકી. અભિષેક શર્માએ ૨૮ બોલ પર ૬૧ અને તિલક વર્માએ ૨૨ બોલ પર અણનમ ૫૧ રન બનાવ્યા હતા. અક્ષર પટેલે ૨, વોશિંગ્ટન સુંદરે ૨ અને શિવમ દુબેએ પણ ૨ વિકેટ ઝડપી હતી. આ પહેલા મહિલા ક્રિકેટ ટીમે દેશને વર્તમાન એશિયન ગેમ્સનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
પાકિસ્તાનને આજે ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો! મેદાન યુદ્ધનું હોય કે રમતનું, ભારત સામે ટકરાવાથી પાકિસ્તાનને હાર જ મળે છે. એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને અત્યંત રોમાંચક મુકાબલામાં ૧૯ રનથી હરાવીને સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતી લીધો છે. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે ૩૩ રનની જરૂર હતી, પરંતુ ભારત તરફથી બોલિંગ કરવા આવેલા શિવમ દુબેએ માત્ર ૧૩ રન આપીને આ ટાર્ગેટને ડિફેન્ડ કર્યો હતો.
ફાઇનલમાં ભારતે ટોસ જીતીને ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાનને જીતવા માટે પોતાના ્૨૦ ઇતિહાસમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો. એક સમયે ભારત સરળતાથી મેચ જીતી જશે એવું લાગી રહ્યું હતું, પરંતુ હસન નવાઝ એકલા હાથે લડતો રહ્યો. તેણે ૫૧ બોલમાં ૯૬ રન બનાવ્યા હતા, પરંતુ તે ન તો ટીમને જીત અપાવી શક્યા કે ન તો પોતાની સદી પૂરી કરી શક્યો.
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં મુશ્કેલ પિચ પર ઓપનર અભિષેક શર્મા અને તિલક વર્માએ તોફાની અડધી સદી ફટકારીને ૬ વિકેટે ૨૧૧ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. અભિષેકે ૨૮ બોલમાં ૬૧ રન બનાવ્યા હતા, જેમાં ૩ ચોગ્ગા અને ૭ છગ્ગા સામેલ છે. તિલક વર્માએ છેલ્લી ઓવરોમાં ૨૨ બોલમાં અણનમ ૫૧ રનની ઇનિંગ રમી હતી, જેમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સામેલ છે. તેને શિવમ દુબેનો સારો સાથ મળ્યો, જેણે ૧૫ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી અહમદ દાનિયાલે ૨૫ રન આપીને ૨ વિકેટ અને અરાફાત મિન્હાસે ૪૩ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી ઓફ સ્પિનર સઈમ અયુબના બોલ પર રિવર્સ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો હતો. વૈભવને આઉટ કર્યા બાદ સઈમ અયુબે ‘રોકિંગ ધ બેબી’ સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. કેપ્ટન અય્યર અને કિશન બંને ૧૧થી ૧૫ ઓવરની વચ્ચે મોટા શોટ ન ફટકારી શક્યા. કિશન ઝડપી, સીધા અને થોડા વધુ ઉછાળ ધરાવતા બોલ પર બોલ્ડ થયા બાદ લેગ સ્પિનર અબરારે અય્યરને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. આ રીતે ૨ વિકેટે ૯૩ રનના સ્કોર પરથી ભારતનો સ્કોર અચાનક ૫ વિકેટે ૧૩૩ રન થઈ ગયો હતો. જ્યારે એવું લાગી રહ્યું હતું કે ભારત ૨૦૦ રન સુધી પણ નહીં પહોંચી શકે, ત્યારે તિલક અને દુબેની જાેડીએ આક્રમક બેટિંગનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
એક સમયે એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાન ૧૦૦ રન સુધી પણ નહીં પહોંચી શકે. ૬.૧ ઓવરમાં માત્ર ૩૯ રનના સ્કોર પર તેની ટોચની ૩ વિકેટ પડી ગઈ હતી, પરંતુ ત્યાર બાદ હસન નવાઝ અને સઈમ અયુબ વચ્ચે ચોથી વિકેટ માટે ૪૮ બોલમાં ૮૭ રનની શાનદાર ભાગીદારી થઈ હતી. સઈમ અયુબે ૨૨ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. બંનેએ પાકિસ્તાનને મેચમાં પાછું લાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૧૫મી ઓવરમાં શિવમ દુબેએ આવીને સઈમને આઉટ કર્યો અને પાકિસ્તાનની છેલ્લી આશા પણ સમાપ્ત થઈ ગઈ હતી.




