દ્રવિડ અને સહેવાગના પુત્રોને મળી તક ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત આર્યવીર અને અન્વય સપ્ટેમ્બરમા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી એકદિવસીય સિરીઝ માટે ભારતની અન્ડર-૧૯ ટીમમાં સામેલ ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા U19 ટીમના ભારત પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની અન્ડર-૧૯ ટીમ ભારતના પ્રવાસે ૩ વનડે અને ૨ મલ્ટી-ડે મેચની સિરીઝ રમશે.
આ સિરીઝ માટે ભારતીય અન્ડર-૧૯ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરને વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી વનડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન લક્ષ્ય રાયચંદાનીને સોંપવામાં આવી છે, જ્યારે યશબર્ધન ચૌહાણને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થનાર મલ્ટી-ડે મુકાબલા માટે યશબર્ધનને ભારતીય અન્ડર-૧૯ ટીમની કમાન સોંપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા U19 ટીમ વિરુદ્ધ રમાનાર ૪ વનડે મેચની સિરીઝ માટે જાહેર થયેલી ભારતીય U19 ટીમમાં પૂર્વ ભારતીય ઓપનિંગ બેટર વીરેન્દ્ર સહેવાગ અને પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના પુત્રોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આર્યવીર અને અન્યવને ટીમમાં તક મળી છે. અન્વયને વિકેટકીપર અને આર્યવીરને બેટરના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ આર્યવીર અને અન્વય મલ્ટી-ડે મુકાબલા માટે પસંદ થયેલી ભારતીય અન્ડર-૧૯ ટીમમાં નથી.
વનડે મેચ માટે ભારતની U19 ટીમ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશબર્ધન ચૌહાણ (વાઇસ કેપ્ટન), રજત બધેલ (વિકેટકીપર), આર્યવીર સહેવાગ, વીકે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી. યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ,મોહિત ઉલવા, ચિગુરૂપતિ વેંકટ, કાવ્ય પટેલ.
મલ્ટી-ડે મુકાબલા માટે ભારતની અન્ડર-૧૯ ટીમ: યશબર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાણી (વાઇસ કેપ્ટન), સાગર ર્વિક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણ, અભિપ્રાય વિશ્વાસ, રોહિત યાદવ, ઇશાન ઓમ, અયાન અકરમ, પ્રવણ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા, આર્યન યાદવ.





