જાે રૂટે બનાવ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ જાે રૂટે ફીલ્ડિંગમાં સ્ટીવ સ્મિથને પછાડી ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ બદલ્યો પાકિસ્તાનની બીજી ઈનિંગમાં અબ્દુલ્લાહ શફીકનો કેચ ઝડપી રૂટે પોતાના ટેસ્ટ કરિયરમાં ૨૨૦મો કેચ ઝડપ્યો
જાે રૂટ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ ફીલ્ડર બની ગયો છે. પાકિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જાે રૂટે આ કમાલ કર્યો છે. પાકિસ્તાનની બીજી ઈનિંગમાં અબ્દુલ્લાહ શફીકનો કેચ ઝડપી રૂટે પોતાના ટેસ્ટ કરિયરમાં ૨૨૦મો કેચ ઝડપ્યો હતો. ટેસ્ટ ક્રિકેટની દુનિયામાં હવે તેનાથી વધુ કેચ કોઈ અન્ય ખેલાડીના નામે નથી.
બર્મિંઘમ ટેસ્ટ મેચ પહેલા સૌથી વધુ કેચ લેવાના મામલામાં સ્ટીવ સ્મિથ અને જાે રૂટ બરોબરી પર હતો.
સ્મિથે ટેસ્ટ મેચમાં ૨૧૯ કેચ લીધા છે, પરંતુ જાે રૂટ હવે તેનાથી આગળ નીકળી ગયો છે. પાકિસ્તાનની બીજી ઈનિંગમાં પ્રથમ ઓવર ફેંકવા આવેલા ઓલી રોબિન્સને પ્રથમ બોલ પર સૈમ અયૂબને આઉટ કર્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર અબ્દુલ્લાહ શફીકનો કેચ જાે રૂટે કર્યો હતો. આ રૂટના કરિયરનો ૨૦૦મો કેચ હતો.
ટેસ્ટમાં સૌથી વધુ કેચ
૨૨૦ કેચ- જાે રૂટ (ઈંગ્લેન્ડ)
૨૧૯ કેચ- સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
૨૧૦ કેચ- રાહુલ દ્રવિડ (ભારત)
૨૦૫ કેચ- માહેલા જયવર્ધને (શ્રીલંકા)
૨૦૦ કેચ- જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા)
અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં માત્ર ૫ ખેલાડી એવા રહ્યાં છે, જેણે ૨૦૦ કે તેનાથી વધુ કેચ લીધા છે. આ ૫ ખેલાડી જાે રૂટ, સ્ટીવ સ્મિથ, રાહુલ દ્રવિડ, માહેલ જયવર્ધને અને જેક્સ કાલિસ છે. પરંતુ જાે રૂટે આ બધાને પછાડી વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. ભારત માટે સૌથી વધુ કેચ રાહુલ દ્રવિડ (૨૧૦ કેચ) લીધા હતા. ત્યારબાદ વીવીએસ લક્ષ્મણ આવે છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં ૧૩૫ કેચ લીધા છે.
પાકિસ્તાન ટીમ પર વ્હાઇટ વોશનો ખતરો છે. સિરીઝમાં પ્રથમ બે ટેસ્ટ મેચ હારી ચૂકેલી પાક ટીમ બર્મિંઘમમાં પણ ઢેર થઈ ગઈ છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર ૧૩૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે ૪૫૨ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે હેરી બ્રૂક, એમિલિયો ગે, ડેન લોરેન્સ, જેમી સ્મિથ અને ઓલી રોબિન્સને અડધી સદી ફટકારી હતી.
પાકિસ્તાનની ટીમ હવે ઈનિંગથી હારની નજીક છે, કારણ કે બીજી ઈનિંગમાં તેણે ૨ વિકેટે ૫૨ રન બનાવ્યા છે. પાકિસ્તાન હજુ ૨૬૮ રન પાછળ છે. તેવામાં લાગી રહ્યું છે કે આજે ઈંગ્લેન્ડની ટીમ પાકને હરાવી ક્લીન સ્વિપ કરાવી શકે છે.




