
બેઝ પ્રાઈસથી ૧૭ ઘણી વધારે કિંમત.ટ્રક ડ્રાઈવરનો પુત્ર IPL ઓક્શનમાં થયો માલામાલ.મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના બોરગાંવના રહેવાસી મંગેશ યાદવે મીની-ઓક્શનમાં ઇતિહાસ રચ્યો હતોમધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના એક નાના ગામ બોરગાંવના રહેવાસી મંગેશ યાદવે IPL ૨૦૨૬ના મીની ઓક્શનમાં કરોડો રૂપિયાનો સોદો મેળવીને એક શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) આ યુવા ખેલાડીને ખરીદવા માટે ૫.૨ કરોડનો મોટી રકમ ખર્ચ કરી છે. સૌથી ખાત વાત એ છે કે, મંગેશ યાદવની બેઝ પ્રાઈસ માત્ર ૩૦ લાખ રૂપિયા હતી, એટલે કે તેને તેની શરૂઆતની કિંમત કરતા લગભગ ૧૭ ગણી વધારે કિંમત પર ખરીદવામાં આવ્યો છે. ઇઝ્રમ્ની ટીમમાં મંગેશ સામેલ થતાની સાથે જ તેના ગામ બોરગાંવ પહોંચતા જ ઉજવણીનો માહોલ છવાઈ ગયો. મીઠાઈઓ વહેંચવામાં આવી અને ગામલોકોએ ઢોલ અને સંગીત સાથે ઉજવણી કરી.
મંગેશ યાદવની કહાની ખરેખર પ્રેરણાદાયક છે, કારણ કે તેના પિતા રામ અવધ યાદવ એક ટ્રક ડ્રાઈવર છે. મર્યાદિત નાણાકીય સંસાધનો હોવા છતાં મંગેશે તેમના ગામમાં ૧૨મા ધોરણ સુધી શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી છિંદવાડાના યુથ ફિટનેસ ક્લબમાં સખત ટ્રેનિંગ લીધી. મર્યાદિત આર્થિક સંસાધનોના કારણે મંગેશ દરરોજ ઘરથી લગભગ ૭૦ કિલોમીટર દૂર ક્રિકેટ પ્રેક્ટિસ કરવા જતો હતો.
મંગેશ એક લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર છે અને લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરે છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનથી ફ્રેન્ચાઇઝીનું ધ્યાન ખેંચ્યું, જ્યાં તેણે એક જ ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી અને ૨૮ રન બનાવ્યા.
મંગેશ યાદવે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત છિંદવાડાના ઇન્દિરા ગાંધી ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરી હતી. સ્થાનિક લેવલ પર સારું પ્રદર્શન કર્યા બાદ તેમણે ઘણા વર્ષો સુધી જબલપુર ડિવિઝનનું પ્રતિનિધિત્વ કર્યું.
RCB માટે મંગેશની પસંદગી થતાની જ સાથે તેના ગામ બોરગાંવમાં ઉજવણી શરૂ થઈ ગઈ. મીઠાઈઓ વહેંચવામાં આવી અને ગામલોકોએ ઢોલ અને સંગીત સાથે ઉજવણી કરી. મંગેશની સફળતા માત્ર છિંદવાડા માટે જ નહીં પરંતુ સમગ્ર મધ્યપ્રદેશ રાજ્ય માટે ગર્વની ક્ષણ છે.




