
ઉત્તર ભારતમાં હીટવેવ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશનું સૌથી વધુ ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૭.૮ ડિગ્રી, દિલ્હી, હરિયાણા, છત્તીસગઢમાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા સમગ્ર ઉત્તર ભારતમાં બુધવારે પણ ભીષણ ગરમીનો કહેર ચાલુ રહ્યો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશનું સૌથી વધુ ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૫.૫ ડિગ્રી વધુ હતું. રાજ્યના બીજા ઘણા વિસ્તારોમાં પણ તાપમાનો પારો આશરે ૪૬-૪૭ ડિગ્રીએ પહોંચ્યો હતો. ઉત્તરપ્રદેશના બાંદામાં ૪૭.૮ ડિગ્રી નોંધાયું હતું અને તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજસ્થાનમાં પિલાણી રાજ્યનું બીજું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું, જ્યાં ૪૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત બીકાનેરમાં ૪૬.૬, ચુરુ અને જૈસલમેરમાં ૪૬.૪, ફાલોદીમાં ૪૬.૨ અને કોટામાં ૪૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ૈંસ્ડ્ઢ મુજબ મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ જાય તો તેને હીટવેવ ગણવામાં આવે છે, જ્યારે ૪૭ ડિગ્રીથી વધુ તાપમાનને ગંભીર હીટવેવ ગણવામાં આવે છે. બાંદામાં રેકોર્ડતોડ ગરમી ઉપરાંત યુપીના પ્રયાગરાજમાં ૪૬.૪, ઝાંસીમાં ૪૬, કાનપુરમાં ૪૫.૨ અને દેવમાલીમાં ૪૫.૧ ડિગ્રી તાપમાનમાં લોકો શેકાયા હતાં. દિલ્હી, હરિયાણા અને છત્તીગઢમાં પણ લોકો ૪૬થી ૪૬ ડિગ્રી સુધીના તાપમાનમાં ત્રાહીમામ પોકારી ગયા હતાં. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં અગાઉના દિવસની સરખામણીએ થોડી રાહત મળી હતી, છતાં તાપમાન ૪૫ ડિગ્રી આસપાસ જ રહ્યું હતું. રેકોર્ડબ્રેક ગરમી માટે જાણીતા બ્રહ્મપુરીમાં તાપમાન ૪૬ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આ દરમિયાન દેહરાદૂન સ્થિત હવામાન કેન્દ્રે ઉત્તરાખંડના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ, કરા અને તેજ પવનની આગાહી કરી હતી. ૨૮મે માટે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો. અહીં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આ ઉપરાંત ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.આકરી ગરમીમાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપતાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આવી ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું અત્યંત જરૂરી છે. બાળકો, વડીલો અને બહાર કામ કરતા લોકો તીવ્ર ગરમીથી બિમાર પડી શકે છે. ચક્કર આવવા, ઉબકા આવવા અથવા અત્યંત થાક લાગવા જેવા હીટ એક્ઝોસ્ટનના લક્ષણો પર ધ્યાન આપો. જાે તમારી આસપાસ કોઈ વ્યક્તિ અસ્વસ્થ લાગે, નબળાઈ અનુભવે અથવા માથાનો દુખાવો થાય, તો તેને તરત જ ઠંડી અને છાયાવાળી જગ્યાએ લઈ જવામાં મદદ કરવી જાેઈએ.





