
ઉત્તર જાપાનની ધરા ૬.૯ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠીફિલિપાઈન્સમાં વાવાઝોડા ફુંગ-વોંગથી ૧૦ મોત, ૧૨ લાખ લોકોનું સ્થળાંતર કરાયુંફિલિપાઈન્સમાં આ વર્ષનું ૨૧મું વાવાઝોડું છે, પાટનગર મનિલામાં અતિભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટતાં ૩૦૦ ફ્લાઈટ રદ કરાઈ હતીફિલિપાઈન્સના પૂર્વાેત્તર દરિયાકાંઠે આક્રમક વાવાઝોડું ફુંગ-વોંગે રવિવારે ત્રાટક્યું હતું. ભારે વરસાદ અને ભૂસ્ખલનને લીધે ૧૦ લોકોનાં મોત થયા હતા જ્યારે ૧૨ લાખ પ્રભાવિત લોકોનું સ્થળાંતર કરાયું હતું.
વાવાઝોડાને લીધે દરિયામાં કરંટ રહેતા ઊંચા મોજા ઉછળ્યા હતા. ફિલિપાઈન્સમાં આ વર્ષનું ૨૧મું વાવાઝોડું છે, પાટનગર મનિલામાં અતિભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટતાં ૩૦૦ ફ્લાઈટ રદ કરાઈ હતી. ફુંગ-વોંગ જેને સ્થાનિક ભાષામાં ઉવાન કહે છે તેની ઘાતકતાનો અંદાજ પવનની ગતિ પરથી લગાવી શકાય છે.લુસોન ટાપુ ખાતે રવિવાર સાંજથી ભારે વરસાદ સાથે ૧૮૫થી ૨૩૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. લુસોન ખાતે સોમવારે શાળાઓ તથા સરકારી કાર્યાલયોમાં રજા જાહેર કરાઈ છે. હજી મંગળવારે ત્રાટકેલા કાલમેગી વાવાઝોડાએ ૨૨૪નો ભોગ લીધો તેમાંથી ફિલિપાઈન્સની કળ વળી નથી ત્યાં વધુ એક વાવાઝોડાએ તાંડવ મચાવ્યું છે.અધિકારીએ જણાવ્યું કે, વાવોઝોડું ફુંગ-વોંગ ત્રાટક્યું હતું અને પૂર્વિય પ્રાંત કેટેન્ડુઆનેસમાં એક શખ્સ પૂરના પ્રવાહમાં તણાઈ ગયો હતો. કેટબાલોગન શહેરમાં એક મહિલાનું કાટમાળમાં દટાઈ જતા મોત નિપજ્યું હતું.
વીજ થાંભલા ધ્વસ્ત થતાં પૂર્વના સંખ્યાબંધ ગામ-શહેરોમાં અંધારપટ જાેવા મળ્યો હતો.ટોક્યો: ઉત્તર જાપાનની ધરા ૬.૯ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી હતી. જાપાન હવામાન એજન્સીએ ભૂકંપને પગલે સુનામીની ચેતવણી આપી હતી. જેને ત્રણ કલાક બાદ રદ કરી હતી. રવિવારે સ્થાનિક સમય મુજબ સાંજ ૫.૦૩ કલાકે ઈવાતે પ્રાંતના દરિયાકાંઠે જમીનથી ૧૬ કિ.મી. નીચે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપને લીધે જાનમાલને નુકસાનની વિગતો તાત્કાલિક પ્રાપ્ત થઈ શકી નથી. ભૂકંપ બાદ કલાકો સુધી આફ્ટરશોક્સ અનુભવાયા હતા. ઈવાતે પ્રાંતના ઓફુનાતો શહેરમાં ૧૦ સેન્ટીમીટર ઊંચા સુનામીના મોજા નોંધાયા હતા.




