
ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે બુધવારે રાત્રે લેબનોનમાં એક ઓપરેશનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને મારી નાખ્યો. IDFએ કહ્યું કે ઇઝરાયલી દળોએ હિઝબુલ્લાહના અલ-હજ રદવાન ફોર્સના સેન્ટ્રલ કમાન્ડર અલી મુહમ્મદ અલ-દબ્સને તેના ડેપ્યુટી કમાન્ડર ઇબ્રાહિમ ઇસા અને અન્ય લોકો સાથે મારી નાખ્યા છે.

હિઝબુલ્લાહ કમાન્ડર માર્યો ગયો
IDFએ જણાવ્યું હતું કે અલ-દબ્સ માર્ચ 2023માં ઉત્તર ઇઝરાયેલમાં મેગિદ્દો જંકશન પર થયેલા હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક હતો અને તેણે ઇઝરાયેલ વિરુદ્ધ હિઝબોલ્લાહ દ્વારા અનેક આતંકવાદી પ્રવૃત્તિઓનું નેતૃત્વ કર્યું હતું, આયોજન કર્યું હતું અને આચર્યું હતું. IDFએ કહ્યું કે હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર માર્યો ગયો.
