
અફઘાન મંત્રીની શાહબાઝ અને મુનીરને કડક ચેતવણીપાકિસ્તાની સેનાને ભારતની બોર્ડર સુધી ધકેલી દઈશુંપાકિસ્તાન બીજાઓની ઇચ્છા મુજબ કાર્ય કરે છે: ઓમારીઅફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દોહા બેઠકમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.
આ દરમિયાન, તાલિબાનના નાયબ ગૃહમંત્રી મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે જાે અફઘાનિસ્તાન પાકિસ્તાની સેનાને આક્રમણખોર જાહેર કરે છે, તો તેમને ભારતીય સરહદ તરફ પાછા ધકેલી દેવામાં આવશે.
ખાનગી પોર્ટલ અનુસાર, ઓમારીએ પાકિસ્તાની સેનાને સીધી ચેતવણી આપતા કહ્યું કે, જાે અફઘાન જાતિઓ અને રાષ્ટ્રો એકવાર ધાર્મિક હુકમથી તમને આક્રમણખોર જાહેર કરે છે, તો હું અલ્લાહની કસમ ખાઉં છું, તમને ભારતીય સરહદ પર પણ સુરક્ષા મળશે નહીં.
મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ ઇસ્લામાબાદના નાગરિક અને લશ્કરી નેતૃત્વની તીવ્ર ટીકા કરી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી શાસન બીજાઓની ઇચ્છા મુજબ કાર્ય કરે છે, અને તમે તાજેતરમાં શાહબાઝ શરીફનો ટ્રમ્પ સાથે ખુશામતભર્યા સ્વરમાં વાત કરતો વીડિયો જાેયો હશે.
ઓમારીએ સંભવિત પ્રાદેશિક દાવાઓનો પણ સંકેત આપતા કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ સૂચવે છે કે ડ્યુરન્ડ લાઇનની આજુબાજુના વિસ્તારો, જે એક સમયે અફઘાનિસ્તાન દ્વારા ગુમાવવામાં આવ્યા હતા, તે આખરે અફઘાન પ્રદેશમાં પાછા આવી શકે છે.
તાલિબાન નેતાની ચેતવણી અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવ વચ્ચે આવી છે, જ્યાં તાજેતરમાં સરહદ પાર અથડામણો ફાટી નીકળી છે. કાબુલે ઇસ્લામાબાદ પર ૪૮ કલાકના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે જેણે લગભગ એક અઠવાડિયાની લડાઈને અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી, જેમાં બંને બાજુના ડઝનબંધ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા.
કતરના વિદેશ મંત્રાલયે દોહામાં એક બેઠકનું આયોજન કર્યું હતું, જ્યાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ પછી, ઇસ્તંબુલમાં વધુ બેઠક યોજાશે.




