
નાઇજીરીયામાં મોટો અપહરણ કાંડ કેથોલિક સ્કૂલ પર હુમલો, ૩૦૦થી વધુ બાળકો અને ૧૨ શિક્ષકોનું અપહરણ પશ્ચિમી આફ્રિકાના દેશમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી
પશ્ચિમી આફ્રિકાના દેશ નાઇજીરીયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાઇજીરીયાની એક કેથોલિક સ્કૂલ પર બદમાશોએ હુમલો કર્યો અને ૩૦૦થી વધુ બાળકોનું અપહરણ કરી લીધું. નાઇજીરીયાના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો અપહરણ કેસ ગણવામાં આવી રહ્યો છે. નાઇજીરીયાના ક્રિશ્ચિયન એસોસિએશન (CAN) એ જણાવ્યું કે શરૂઆતમાં નાઇજર રાજ્યની સેન્ટ મેરી સ્કૂલમાંથી ૨૨૭ બાળકોનું અપહરણ થયું હોવાની આશંકા હતી, પરંતુ ચકાસણી પછી જાણવા મળ્યું કે કુલ ૩૧૫ બાળકોનું અપહરણ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાઇજર રાજ્યના પાપિરીમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલમાંથી શુક્રવારે ૩૦૩ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું છે. ક્રિશ્ચિયન એસોસિએશન (CAN)ના પ્રમુખે માહિતી આપી કે અપહરણકર્તાઓના હાથેથી ભાગી છૂટવાનો પ્રયાસ કરતી વખતે ૮૦થી વધુ વિદ્યાર્થીઓને સશસ્ત્ર હુમલાખોરોએ પકડી લીધા હતા.




