
માનવ તસ્કરીની 2022ની ઘટનાની તપાસ દરમિયાન શિકાગોમાં ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે એક ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા.
હર્ષકુમારને 28મી ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
ગયા અઠવાડિયે, ધ શિકાગો ટ્રિબ્યુનમાં એક અહેવાલમાં જણાવાયું હતું કે હર્ષકુમાર રમણલાલ પટેલની શિકાગોના ઓ’હર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને 28 ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. પટેલ, ઉર્ફે ડર્ટી હેરી, ડિસ્ટ્રિક્ટ ઓફ મિનેસોટા માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર, તે માનવ તસ્કરીના કાવતરામાં સામેલ છે.