
સરમુખત્યાર કિમ જાેંગનું ફરમાન.ઉત્તર કોરિયામાં મહિલાઓ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ નહીં કરાવી શકે.અહીં એક ડૉક્ટર અને બે મહિલાઓ પર કથિત રીતે બ્રેસ્ટ સર્જરી કરવાના આરોપમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે.ઉત્તર કોરિયામાં હવે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દેશ પહેલેથી જ રોજિંદા બાબતો પર કડક નિયમો માટે જાણીતો છે, જેમ કે, પશ્ચિમી કપડાં પહેરવા અને હેરસ્ટાઇલ રાખવી વગેરે. પરંતુ હવે આ દેશે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ અને પ્લાસ્ટિક સર્જરી પર સખત કાર્યવાહી શરૂ કરી છે. અહીં એક ડૉક્ટર અને બે મહિલાઓ પર કથિત રીતે બ્રેસ્ટ સર્જરી કરવાના આરોપમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે કિમ જાેંગ ઉનની સરકાર હવે આવા કેસોની દેખરેખ રાખવા માટે ગુપ્ત એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે, જેથી આ પ્રક્રિયાઓમાંથી પસાર થયેલી મહિલાઓને ઓળખવામાં આવે અને કાર્યવાહી કરી શકાય. જાે કોઈ મહિલા તેના શરીરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવશે, તો નેતાઓએ તેની જાણ પોલીસને કરવી પડશે.
ઉત્તર કોરિયામાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટને બિન-સમાજવાદી કાર્ય માનવામાં આવે છે અને કાયદાકીય રીતે તેના પર પ્રતિબંધ છે. હાલમાં જ ગુપ્ત રીતે આ સર્જરી કરનારા એક ડૉક્ટર પર જાહેર ટ્રાયલ ચલાવવામાં આવી હતી. એજ રીતે બે ૨૦ વર્ષીય મહિલાઓ પર પણ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવો રિપોર્ટ છે બંને મહિલાઓ તેમના ફિગરને સુંદર બનાવવા માંગતી હતી.
ડૉક્ટરે પોતાના ઘરમાં અનઅધિકૃત રીતે ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા સિલિકોનનો ઉપયોગ કરીને સર્જરી કરી હતી. બંને ૨૦ વર્ષીય મહિલાઓએ તેમના શરીરના આકારને બદલવા માટે ઓપરેશન કરાવ્યું હતું. સરકાર હવે આવા કેસોમાં કડક કાર્યવાહી કરી રહી છે, શંકાસ્પદ મહિલાઓને ઓળખવા માટે પડોશી પેટ્રોલિંગ અને ગુપ્ત એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે




