
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મોટી એક્શન.કેનેડાએ લોરેન્સ બિશ્નોઈને આતંકવાદી જાહેર કર્યો.કેનેડા સરકારે સોમવારે લોરેન્સ બિશ્નોઈની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી છે.કેનેડાએ લોરેન્સ બિશ્નોઈને આતંકવાદી જાહેર કર્યો છે. આ ઉપરાંત કેનેડા સરકારે સોમવારે લોરેન્સ બિશ્નોઈની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી છે.
આ ર્નિણય કન્ઝર્વેટિવ અને દ્ગડ્ઢઁ નેતાઓની માંગ બાદ લેવાયો છે. આ પગલાં હેઠળ હવે કોઈ પણ કેનેડિયન નાગરિક માટે આ ગેંગને આર્થિક મદદ કરવી કે તેના માટે કામ કરવું ગુનો ગણાશે.
બિશ્નોઈ ગેંગ ભારતમાંથી સંચાલિત થાય છે અને લોરેન્સ બિશ્નોઈ પર આરોપ છે કે તે જેલમાંથી મોબાઈલ ફોન દ્વારા આખી ગેંગ ચલાવે છે. કેનેડા સરકારે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, આ ગેંગ હત્યા, ફાયરિંગ અને ઉઘરાણી જેવી ગતિવિધિઓમાં સામેલ છે અને ખાસ કરીને ભારતીય મૂળના લોકો, તેમના વ્યવસાયો અને સાંસ્કૃતિક હસ્તીઓને નિશાન બનાવે છે.
નવી લિસ્ટિંગ બાદ કેનેડિયન કાયદા અમલીકરણ એજન્સીઓને ગેંગ સામે વધુ કડક કાર્યવાહી કરવાનો અધિકાર મળી જશે.
આમાં તેમની સંપત્તિ જપ્ત કરવી, બેંક ખાતાં ફ્રીઝ કરવા અને તેમના સમર્થકો પર કેસ ચલાવવાનો સમાવેશ થાય છે. પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે હવે જાે કોઈ કેનેડિયન નાગરિક ગેંગને સીધી કે આડકતરી રીતે મદદ કરે છે કે તેની સંપત્તિ સાથે લેવડ-દેવડ કરે છે, તો તે ગુનાની શ્રેણીમાં આવશે.
ગયા વર્ષે ઇઝ્રસ્ઁએ દાવો કર્યો હતો કે, ભારત બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કેનેડામાં હત્યા અને ઉઘરાણી માટે કરે છે, ખાસ કરીને ખાલિસ્તાનની માંગને સમર્થન આપનારાઓને નિશાન બનાવવા માટે કરે છે.
જાેકે, નવી દિલ્હીએ આ આરોપોને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે તે કેનેડા સાથે મળીને આ ગેંગની આર્થિક ગતિવિધિઓ પર રોક લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.




