
તારીખની પણ થઈ ગઈ જાહેરાત.ભારત અને ચીનની વચ્ચે ૫ વર્ષ બાદ શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઇટ.આ ર્નિણય ગલવાન ખીણના સંઘર્ષ બાદ પાંચ વર્ષ સુધી બંને દેશો વચ્ચે રહેલા તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો.લાંબા સમયના તણાવ બાદ ભારત અને ચીન ફરીથી એકબીજાના દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે સહમત થયા છે. આ ર્નિણય ગલવાન ખીણના સંઘર્ષ બાદ પાંચ વર્ષ સુધી બંને દેશો વચ્ચે રહેલા તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો છે. ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે આની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે, ભારતની પ્રખ્યાત એરલાઇન પણ જાહેર કર્યું છે કે તે ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫થી ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરશે.
ખરેખર, વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું, “આ વર્ષની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે સંબંધોને ધીમે-ધીમે સામાન્ય બનાવવાના સરકારના અભિગમ હેઠળ બંને દેશોના નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીઓએ તકનીકી સ્તરે વાતચીત કરી છે, જેથી ડાયરેક્ટ ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરી શકાય અને એર સર્વિસેઝ એગ્રીમેન્ટમાં સુધારો કરી શકાય.” નોંધનીય છે કે, આશરે ૫ વર્ષ પહેલાં ડોકલામ વિવાદને કારણે ભારત-ચીન વચ્ચેની સીધી ફ્લાઈટ્સ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોવિડ-૧૯ મહામારીએ આ પ્રતિબંધને વધુ લંબાવ્યો હતો. પરંતુ હવે બંને દેશોના સંબંધોમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે, અને તેના ભાગરૂપે આ ર્નિણય લેવાયો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષની શરૂઆતથી ભારત અને ચીનના નાગરિક ઉડ્ડયન વિભાગોએ એકબીજા સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચાનો હેતુ સીધી હવાઈ સેવાઓ (ડાયરેક્ટ ફ્લાઈટ્સ) ફરીથી શરૂ કરવાનો હતો. હવે નક્કી થયું છે કે ઓક્ટોબર ૨૦૨૫ના અંત સુધીમાં ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ થઈ જશે. આ ફ્લાઈટ્સ બંને દેશોની એરલાઇન્સ દ્વારા નિયમોનું પાલન કરીને ચલાવવામાં આવશે. આ સમજૂતીથી બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક સરળ થશે અને દ્વિપક્ષીય સંબંધો ધીમે-ધીમે સામાન્ય થશે.
ૈંહઙ્ઘૈય્ર્ એરલાઇને જાહેર કર્યું છે કે, તે ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫થી કોલકાતાથી ચીનના ગ્વાંગઝૂ (ઝ્રછદ્ગ) શહેર સુધી દરરોજ નોન-સ્ટોપ ફ્લાઈટ શરૂ કરશે. આ ઉપરાંત, દિલ્હીથી ગ્વાંગઝૂ સુધીની સીધી ફ્લાઇટ પણ ટૂંક સમયમાં શરૂ થશે. આ ફ્લાઇટ માટે છૈહ્વિેજ છ૩૨૦ર્હી વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી બંને દેશો વચ્ચે વેપાર, પર્યટન અને રણનીતિક સહયોગની નવી તકો ઊભી થશે.
નોંધનીય છે કે, ડાયરેક્ટ ફ્લાઈટ ફરીથી શરૂ કરવાની પ્રથમ જાહેરાત ગત મહિને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની નવી દિલ્હી મુલાકાત બાદ કરવામાં આવી હતી. ગત વર્ષથી બંને દેશોના સંબંધો ધીમે-ધીમે સુધરી રહ્યા છે. ૨૦૨૪ના અંતમાં દેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા અને બંને દેશો વચ્ચેની વિશ્વાસ નિર્માણની પહેલથી સંબંધોમાં સ્થિરતા આવી છે. આ ઉપરાંત, ઉચ્ચ સ્તરની રાજદ્વારી અને સૈન્ય ચર્ચાઓ, ટ્રેક-૨ બેઠકો અને કેટલાક વેપાર પ્રતિબંધોમાં છૂટછાટે પણ સંબંધો સુધારવામાં મદદ કરી છે.




