
ટ્રમ્પનું પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શાહબાઝ-મુનીરના ગુણગાન ગાયા
પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનના કાબુલ અને કંધાર જેવા શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને ‘ઓપન વોર’ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સંઘર્ષને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરશે. ટ્રમ્પે પાકિસ્તાન સાથેના પોતાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન અત્યારે શાનદાર કામ કરી રહ્યું છે. તેમની પાસે એક મહાન વડાપ્રધાન અને એક મહાન જનરલ છે, જેમના માટે મને ખૂબ આદર છે.’આ દરમિયાન ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો પણ કર્યાે હતો. તેમણે ફરી એકવાર કહ્યું કે, ‘વર્ષ ૨૦૨૫માં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું અને આ રીતે લગભગ ૩.૫ કરોડ લોકોના જીવ બચાવ્યા હતા.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અફઘાનિસ્તાન સામેના યુદ્ધમાં દખલ દેશે, ત્યારે તેમણે હા પાડી હતી અને જણાવ્યું હતું કે પાકિસ્તાન આ મામલે અત્યારે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.નોંધનીય છે કે, પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનના કાબુલ અને કંધાર જેવા શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે આ હુમલા પૂર્વ અફઘાનિસ્તાનમાંથી ઓપરેટ થતા આતંકવાદી સંગઠનોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. અમેરિકાએ પણ આ મામલે પાકિસ્તાનનો પક્ષ લીધો છે. અમેરિકન વિદેશ વિભાગના અધિકારી એલિસન એમ. હૂકરે જણાવ્યું હતું કે, અમેરિકા પાકિસ્તાનના આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરે છે. જાેકે, વધતા તણાવને જાેતા પાકિસ્તાન સ્થિત અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી પણ જાહેર કરી છે.સીમા પર ‘ઓપન વોર’ની સ્થિતિપાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ આ સંઘર્ષને ‘ઓપન વોર’ જાહેર કરી દીધું છે. અગાઉ ઓક્ટોબરમાં પણ બંને દેશો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં અનેક સૈનિકો માર્યા ગયા હતા. તે સમયે તૂર્કીયે, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોએ મળીને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ હવે ફરી એકવાર સ્થિતિ ગંભીર બની છે. પાકિસ્તાન હાલ હાઈ એલર્ટ પર છે અને આ લશ્કરી કાર્યવાહીએ પડોશી દેશો વચ્ચેના તણાવને ખતરનાક સ્તરે પહોંચાડી દીધો છે. હવે જાેવાનું એ રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પનો હસ્તક્ષેપ આ વિવાદને શાંત પાડે છે કે કેમ, કારણ કે દક્ષિણ એશિયાની શાંતિ માટે આ ખૂબ જ મહત્ત્વનું છે.




