સ્પેસએક્સ-સ્ટારલિંકની મદદથી ૨૦૨૭માં મિશન પાર પાડવા યોજના પૃથ્વી પર જમીન ખૂટી પડતા સ્પેસમાં ડેટા સેન્ટર બનાવવાની ઇલોન મસ્કની તૈયારી સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવા હજુ પૂરતી ટેકનોલોજીનો અભાવ, નવી શોધો થતાં એક દશકો લાગશે, મસ્કનો પ્રોજેક્ટ તુક્કો : નિષ્ણાતો દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્ક અંતરીક્ષમાં ડેટા સેન્ટર બનાવવાનું સપનું જાેઈ રહ્યા છે. એટલું જ નહીં, તેમણે તો ૨૦૨૭ના અંત સુધીમાં આ પ્રોજેક્ટ લોંચ કરવાનો ટાર્ગેટ પણ સેટ કર્યાે છે. જાેકે, મસ્કના આ આઈડિયાને અત્યારના ટેકનોલોજી એક્સપર્ટ્સ તુક્કો ગણાવી રહ્યા છે. તેમના મતે હજુ એક દશકા સુધી આવી શક્યતા ખૂબ પાંખી છે. સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવા સામે અનેક પડકારો અત્યારે છે ને પહેલાં એના જવાબો શોધવા પડશે.ઈલોન મસ્ક ડેટા સેન્ટર્સ સ્પેસમાં બનાવીને અનેક ઉકેલ શોધવા માંગે છે. ડેટા સેન્ટર્સ સામે દુનિયાભરમાં વિરોધ વધતો જાય છે. કારણ કે તેની પાછળ ઈલેક્ટ્રિસિટી વધારે વપરાશે. કૂલિંગ માટે પાણીની જરૂર પડશે અને ડેટા સેન્ટર્સ માટે જમીનની પણ જરૂરિયાત પડે છે. એઆઈ ટેકનોલોજીના ઉદય પછી હવે ડેટા સેન્ટર્સની ડિમાન્ડ વધી છે. સતત વધતી જવાની છે. જાે સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવામાં આવે તો એનર્જી ક્રાઈસિસ નિવારી શકાય છે. વળી, માતબર જમીનની જરૂરિયાત પણ રહેતી નથી. આ વિચાર સાથે ઈલોન મસ્કે સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિચાર્યાે છે. ૨૦૨૭માં આ પ્રોજેક્ટ લોંચ થશે. સ્પેસએક્સ અને સ્ટારલિંક જેવી કંપનીઓની મદદથી મસ્ક આ પ્રોજેક્ટ પાર પાડવા ધારે છે.જાેકે, તેની સામે સવાલો પણ ખડા થયા છે. એક્સપર્ટ માને છે કે આ પ્રોજેક્ટ સમય કરતાં એક દશકા વહેલો છે. હજુ આપણી ટેકનોલોજી સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવા માટે તૈયાર નથી. ઓપનએઆઈના સહસ્થાપક સેમ ઓલ્ટમેન માને છે કે આ તુક્કો માત્ર છે. હજુ એવી ટેકનોલોજી વિકસી નથી. ઓર્બિટલ ગેટવેના સ્થાપક બ્લેઈન કર્સિયો માને છે કે અત્યારે આ નાકામ અસાઈનમેન્ટ બની રહેશે.કેટલાક એક્સપર્ટ્સ માને છે કે સ્પેસમાં ડેટા સેન્ટર્સ માટે કૂલિંગની વ્યવસ્થા કરવી તે અત્યારે લગભગ અશક્ય જેવી વાત છે. સ્પેસની ડસ્ટથી ડેટા સેન્ટર્સને કેવી અને કેટલી અસર થશે એ કહી શકાય તેમ નથી. સ્પેસની હીટ અથવા તો ઉલ્કા સહિતના ફેક્ટર્સ પણ અવરોધક બની શકે છે.




