સ્પેસ એક્સનાં શેરનો ભાવ ૨૨૬ ડોલરથી ઘટીને ૧૧૯ ડોલર મસ્કની સંપત્તિમાં એક મહિનામાં ૩૦૮ અબજ ડોલરનો જંગી ઘટાડો જૂનમાં મસ્કની નેટવર્થ ૧.૧ ટ્રિલિયન ડોલર હતી જે હવે ઘટીને માત્ર ૭૯૨ અબજ ડોલર થઇ ગઇ છે વિશ્વની સૌથી ધનિક વ્યકિત એલન મસ્કની સંપત્તિમાં છેલ્લા એક મહિનામાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. જૂનમાં તેમની નેટવર્થ ૧.૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઇ હતી. જાે કે હવે આ ઘટીને ૭૯૨ અબજ ડોલર થઇ ગઇ છે.થોડાક જ સપ્તાહમાં તેમની સંપત્તિમાં ૩૦૮ અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ રકમ ભારતીય અબજપતિ મુકેશ અંબાણીની સંપત્તિ કરતા ચાર ગણી છે. મસ્કની સંપત્તિમાં આ મોટા ઘટાડા પાછળ તેમની કંપની સ્પેસએક્સએ જુન મહિનામાં અમેરિકન શેરબજારમાં પ્રવેશ કર્યાે હતો. કંપનીનાં જાેરદાર લિસ્ટિંગને કારણે મસ્કની સંપત્તિમાં ઝડપથી વધારો થયો હતો અને તે વિશ્વનાં પ્રથમ ટ્રિલિયનર બની ગયા હતાં.જાે કે લિસ્ટિંગ પછી કંપનીનાં શેરમાં સતત વેચવાલી જાેવા મળી રહી છે. સ્પેસ એક્સનો શેર પોતાના મહત્તમ ભાવ ૨૨૬ ડોલરથી ઘટીને ૧૧૯ ડોલરની સપાટીએ આવી ગયો છે.એટલે કે શેરનો ભાવ પોતાના ઉચ્ચતમ સ્તરથી અડધો થઇ ગયો છે. જેની સીધી અસર કંપનીમાં મોટી હિસ્સેદારી ધરાવતા મસ્કની સંપત્તિ પર પડી છે.બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્સ અનુસાર મસ્કની નેટવર્થમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦.૭ અબજ ડોલરનો ઘટાડો થયો છે. જેના પછી તેમની કુલ સંપત્તિ ઘટીને ૭૯૨ અબજ ડોલર થઇ ગઇ છે.જૂનમાં સ્પેસ એક્સની માર્કેટ લિસ્ટિંગ પછી મસ્કની સંપત્તિ લગભગ ૧.૧ ટ્રિલિયન ડોલર થઇ ગઇ હતી. તે ઉચ્ચ સ્તરથી હાલમાં સંપત્તિમાં ૩૦૮ અબજ ડોલરનો ઘટાડો થયો છે.મુકેશ અંબાણીની કુલ નેટવર્થ ૮૬ અબજ ડોલર થઇ ગઇ છે. મસ્કે એક મહિનામાં જેટલી સંપત્તિ ગુમાવી છે તે મુકેશ અંબાણીની કુલ નેટવર્થથી ચાર ગણી વધારે છે.





