
બલ ક્લિન્ટન, માઈકલ જેક્સન જેવી હસ્તીઓની તસવીરો સામે આવી.ત્રણ લાખ દસ્તાવેજ સાથે એપ્સ્ટીન ફાઈલ જાહેર કરાઈ.માહિતી અનુસાર જેળી એપ્સ્ટીનના રૂમમાં પોપ જાેન પોલ સેકન્ડની પણ તસવીર દેખાઈ આવી હતી.અમેરિકાના ન્યાય વિભાગે જેળી એપ્સ્ટીનના સેક્સ ટ્રાફિકિંગ સંબંધિત કેસનો એક મોટો દસ્તાવેજ જાહેર કરી દીધો છે. આ ખુલાસામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન સહિત અનેક મોટી હસ્તીઓની તસવીરો સામે આવી છે. જાેકે અમુક તસવીરો રેડેક્ટ (કાળી કરી દેવાઈ) છે. કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેળી એપ્સ્ટીન સાથે જાેડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજાે અમેરિકન ન્યાય વિભાગ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ‘એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ હેઠળ શનિવારે વહેલી સવારે સાર્વજનિક કરાયેલા આ દસ્તાવેજાેમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પૉપ આઈકન માઈકલ જેક્સન જેવી હસ્તીઓના નામ અને તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જાહેર કરાયેલા દસ્તાવેજાેમાં કેટલીક એવી તસવીરો છે જે અગાઉ ક્યારેય જાેવા મળી નથી.એપ્સ્ટીન ફાઈલને ચાર સેટમાં જાહેર કરવામાં આવી હતી. જેમાં એકમાં કોર્ટ રેકોર્ડ, બીજામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા ખુલાસા, ત્રીજામાં માહિતી અધિકાર કાયદા હેઠળ FOIA હેઠળ જાહેર કરાયેલા દસ્તાવેજાે અને ચોથામાં કમિટી ઓન ઓવરસાઈટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ તરફથી કરાયેલા ખુલાસા સામે છે.
આ રેકોર્ડમાં ૫૦થી વધુ કોર્ટ કેસની વિગતો છે. એક તસવીરમાં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, એપ્સ્ટીનની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ અને અન્ય એક અજાણી વ્યક્તિ સાથે ‘હોટ ટબ’માં આરામ કરતા જાેવા મળે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સહિત પોપ સિંગર માઈકલ જેક્સન, હોલિવૂડ એક્ટર ક્રિસ ટકર, બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ જેવા દિગ્ગજાેની પણ તસવીરો આ વખતે એપ્સ્ટીન ફાઈનલમાં ખુલી છે. કુલ ૪ સેટમાં આ દસ્તાવેજાે જાહેર કરાયા છે જેમાં કુલ ૩૫૦૦થી વધુ ફાઈલો છે. અન્ય એક ફોટામાં માઈકલ જેક્સન એપ્સ્ટીન સાથે એક એવી પેઇન્ટિંગ સામે ઉભેલા દેખાય છે જેમાં નગ્ન મહિલાનું ચિત્ર છે. એક અન્ય તસવીરમાં ક્લિન્ટન અને જેક્સન સાથે પોઝ આપતા પણ જાેવા મળ્યા છે.માહિતી અનુસાર જેળી એપ્સ્ટીનના રૂમમાં પોપ જાેન પોલ સેકન્ડની પણ તસવીર દેખાઈ આવી હતી. આ તસવીર જેળીના રૂમમાં મૂકી રાખવામાં આવી હતી. જ્યારે ૭ મહિલાઓના ખોળામાં બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ એન્ડ્રુ સૂતેલા દેખાઈ રહ્યા હતા.




