
ગીતના સફળતાનું શ્રેય ફ્લિપરાચીએ ધુરંધરને આપ્યું ધુરંધરના કારણે ફ્લિપરાચીનાં FA9LA ને ગિનેસ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું
ગીતની સફળતા બાદ ફ્લિપરાચીએ પોતાની ઇન્ડિયા ટૂરની જાહેરાત પણ કરી છે, જે ૧૪ માર્ચે બેંગલુરુમાં યોજાનારા UN40 મ્યુઝિક ફેસ્ટિવલથી શરૂ થશે
બાહરીનના રેપર ફ્લિપરાચીનું ૨૦૨૪માં રિલીઝ થયેલું ગીત ‘FA9LA’ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં લેવાયા બાદ દુનિયાભરમાં આ ગીત ભારે હિટ થઈ ગયું છે. ખાસ કરીને ફિલ્મમાં અક્ષય ખન્નાના આઇકોનિક એન્ટ્રી સીન દરમિયાન આ ગીત ઉપયોગમાં લેવાતા જ તે વાયરલ થયું હતું. તેની એનર્જેટિક બીટ્સ અને આકર્ષક હુક સ્ટેપ્સના કારણે ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું.હવે ‘FA9LA’એ એક સાથે સૌથી વધુ બિલબોર્ડ ચાર્ટ્સ પર ટોચનું સ્થાન મેળવવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં અરબ બિલબોર્ડ ટીમ અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ અરેબિયાએ રેપરને આ સિદ્ધિ અંગે સરપ્રાઇઝ આપી હતી. એક જ ગીત દ્વારા સૌથી વધુ બિલબોર્ડ ચાર્ટ્સ પર નંબર વન થવાનો રેકોર્ડ ફ્લિપરાચીના નામે નોંધાયો છે.૧ જાન્યુઆરી સુધીમાં આ ગીત ચાર અલગ અલગ અરબી બિલબોર્ડ ચાર્ટ્સ પર ટોચ પર હતું. ત્યારે ફ્લિપરાચીએ ગીતની સફળતા માટે ફિલ્મ ‘ધુરંધર’ને શ્રેય આપીને આભાર માન્યો છે.
રેપરે જણાવ્યું હતું, “જ્યારે મેં પહેલી વખત સોશિયલ મીડિયા પર ગીતને ધમાકેદાર રીતે વાયરલ થતું જાેયું ત્યારે હું ચોંકી ગયો હતો. અચાનક અમને ત્યાંથી ડીલ મળી અને તેમણે કહ્યું કે ફિલ્મના એક સીન માટે ‘FA9LA’ એકદમ પરફેક્ટ છે. આ ગીત એવા એક્ટરની એન્ટ્રી સીનમાં મૂકાયું, જે લગભગ દસ વર્ષ પછી સ્ક્રીન પર જાેવા મળ્યો. બસ, તેણે ગીત પર ડાન્સ કર્યાેં અને બૂમ!”ઉલ્લેખનીય છે કે ‘FA9LA’ સૌ પહેલાં મે ૨૦૨૪માં રિલીઝ થયું હતું, ‘ધુરંધર’માં સામેલ થયા બાદ તેને અસાધારણ લોકપ્રિયતા મળી. ગીતની સફળતા બાદ ફ્લિપરાચીએ પોતાની ઇન્ડિયા ટૂરની જાહેરાત પણ કરી છે, જે ૧૪ માર્ચે બેંગલુરુમાં યોજાનારા UN40 મ્યુઝિક ફેસ્ટિવલથી શરૂ થશે.




