સુપ્રીમ કોર્ટનો અનિતા અડવાણીને મોટો ઝટકો રાજેશ ખન્ના સાથેના સંબંધને લગ્નની માન્યતા આપવાની અરજી ફગાવાઈ સુપ્રીમ કોર્ટે અરજીને ‘લક્ઝરી લિટિગેશન’ ગણાવી ફગાવી, અનિતા અડવાણીને કાનૂની માન્યતા નહીં મળી દિવંગત અભિનેતા રાજેશ ખન્ના સાથેના પૂર્વ અભિનેત્રી અનિતા અડવાણીના સંબંધને કાયદેસર માન્યતા આપવાની અરજીને સુપ્રીમે ફગાવી. સુપ્રીમ કોર્ટે પૂર્વ અભિનેત્રી અનીતા અડવાણીની અરજી ફગાવી દીધી છે. અનીતાએ દિવંગત અભિનેતા રાજેશ ખન્ના સાથેના પોતાનાથ કથિત સંબંધને લગ્ન તરીકે કાનૂની માન્યતા આપવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસને “લક્ઝરી લિટિગેશન” એટલે કે એવો મુકદ્દમો ગણાવ્યો, જેને સાંભળવા માટે તેને કોઈ આધાર દેખાયો નહીં.સુપ્રીમ કોર્ટે પૂર્વ અભિનેત્રી અનીતા અડવાણીની અરજી ફગાવી દીધી છે. અનીતાએ દિવંગત અભિનેતા રાજેશ ખન્ના સાથેના પોતાનાથ કથિત સંબંધને લગ્ન તરીકે કાનૂની માન્યતા આપવાની માંગ કરી હતી.સુપ્રીમ કોર્ટે આ કેસને “લક્ઝરી લિટિગેશન” એટલે કે એવો મુકદ્દમો ગણાવ્યો, જેને સાંભળવા માટે તેને કોઈ આધાર દેખાયો નહીં. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે જણાવ્યું કે અરજી પર સુનાવણી કરવાનો કોઈ આધાર નથી.અનીતા અડવાણીના વકીલે કોર્ટમાં કહ્યું કે તે પોતાના સંબંધને કાનૂની ઓળખ અપાવીને સન્માન મેળવવા માંગે છે. જાેકે, કોર્ટે તેમની માંગ સ્વીકારી ન હતી.અનીતા અડવાણીનો દાવો હતો કે તે ઘણા વર્ષાે સુધી રાજેશ ખન્ના સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી હતી. તેમનું કહેવું હતું કે ૨૦૧૨માં તેને મુંબઈ સ્થિત રાજેશ ખન્નાના બંગલો ‘આશીર્વાદ’માંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. આ મામલામાં તેમણે રાજેશ ખન્નાના અલગ રહેતા પત્ની ડિમ્પલ કાપડિયા, પુત્રી ટ્વિંકલ ખન્ના અને જમાઈ અક્ષય કુમારના નામ લીધા હતા.અનીતા અડવાણીએ મુંબઈ હાઇકોર્ટના ૦૧ એપ્રિલના આદેશને પડકારીને સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. જાેકે, શીર્ષ અદાલતે તેમની અપીલ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.રાજેશ ખન્નાનું જુલાઈ ૨૦૧૨માં અવસાન થયું હતું. ત્યારબાદ અનીતા અડવાણીએ રાહતની માંગણી સાથે દીવાની મુકદ્દમો દાખલ કર્યાે હતો, જેને મુંબઈની ડિન્ડોશી સત્ર કોર્ટે વર્ષ ૨૦૧૭માં ફગાવી દીધો હતો. આ ચુકાદાને પડકારતી તેમની અપીલ પણ મુંબઈ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.અનીતા અડવાણીએ વર્ષ ૨૦૧૩માં ઘરેલું હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ, ૨૦૦૫ હેઠળ ડિમ્પલ કાપડિયા, તેમની પુત્રીઓ અને જમાઈ વિરુદ્ધ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેમણે દર મહિને ગુજરા-ભથ્થું અને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ત્રણ બેડરૂમવાળો ફ્લેટ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.મુંબઈ હાઇકોર્ટે વર્ષ ૨૦૧૫માં તેમની ફરિયાદ ફગાવી દીધી હતી અને ડિમ્પલ કાપડિયા તથા તેમના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ સ્વીકારી લીધી હતી. અદાલતે જણાવ્યું હતું કે અનીતા અડવાણી અને રાજેશ ખન્નાનો સંબંધ લગ્ન જેવો ન હતો, તેથી તે ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત મેળવવાના હકદાર નહોતા. અનીતા અડવાણી કેટલીક ફિલ્મો, જેમાં ‘સાજિશ’ અને ‘દાસી’ સામેલ છે, તેમાં પણ નજરે પડી ચૂકી છે.




