
યુવાનોને આર્મીનું સમર્થન. મડાગાસ્કરમાં Gen Zના આંદોલનને પગલે સત્તાપલટાના ભણકારા સંભાળાય છે, ૫૧ વર્ષીય રાજાેએલિના પહેલી વાર ૨૦૦૯માં આર્મી સમર્થિત બળવા પછી સરકારના નેતા તરીકે સત્તા પર આવ્યા હતાં. શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ પછી હવે આળિકન દેશ મડાગાસ્કરમાં Gen Zના આંદોલનને પગલે સત્તાપલટાના ભણકારો સંભાળાય રહ્યાં છે.
ત્રણ સપ્તાહથી ચાલી રહેલા યુવાનોના વિરોધ પ્રદર્શનને આર્મીએ એક ચુનંદા યુનિટે સમર્થન જારી કર્યા પછી પ્રેસિડન્ટ એન્ડ્રી રાજાેએલિનાએ જણાવ્યું હતું કે બળજબરીથી સત્તા કબજે કરવાના પ્રયાસો શરૂ થયા છે. પ્રેસિડન્ટ ભાગી ગયા હોવાના અહેવાલ વચ્ચે રાજાેએલિનાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ દેશમાં છે અને ભાગી ગયા નથી. પ્રેસિડન્ટ કાર્યાલયે બળવાના આ પ્રયાસ પાછળ કોણ છે તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી અને રવિવારે રસ્તાઓ પર હિંસાના કોઈ અહેવાલ આવ્યા ન હતાં. શનિવારે આર્મી યુનિટ ઝ્રછઁજીછ્એ દેશની મિલિટરીનો કબજાે લીધા હોવાનો દાવો કર્યા હતો અને Gen Z વિરોધ પ્રદર્શનમાં જોડી હતી. આર્મી યુનિટે પ્રેસિડન્ટને રાજીનામું આપવાની પણ તાકીદ કરી હતી. યુનિટના કમાન્ડર કર્નલ માઈકલ રેન્ડ્રિયાનિરીનાએ જણાવ્યું હતું કે શનિવારે વિરોધ પ્રદર્શનોને શાંત કરવાનો પ્રયાસ કરી રહેલા સુરક્ષા દળો સાથે તેમના યુનિટે ફાયરિંગ કર્યું હતું. પ્રેસિડન્ટ સામે યુવાનો ઝેન ઝી મડાગાસ્કરના બેનર નીચે ત્રણ સપ્તાહથી આંદોલન કરી રહ્યાં છે અને વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા ૨૨ લોકોના થયા છે અને અનેક ઘાયલ થયા છે.
શનિવારે બખતરબંધ આર્મી વ્હિકલમાંથી ભીડને સંબોધતા રેન્ડ્રિયાનિરીનાએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ, તેમના નવા વડાપ્રધાન અને બીજા પ્રધાનોએ સત્તા છોડી દેવી જાેઈએ. શું આપણે આને બળવો કહીશું? મને હજુ સુધી ખબર નથી. ૫૧ વર્ષીય રાજાેએલિના પહેલી વાર ૨૦૦૯માં આર્મી સમર્થિત બળવા પછી સરકારના નેતા તરીકે સત્તા પર આવ્યા હતાં અને તત્કાલીન પ્રેસિડન્ટ માર્ક રાવલોમનાનાને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. તેઓ ૨૦૧૪માં તેઓ ફરી સત્તા આવ્યા હતા અને ત્યારથી તેઓ પ્રેસિડન્ટ છે.




