
અમેરિકન કર્મીઓને કાઢીને H-1B વિઝા ધરાવનારાઓને નોકરી અપાઈ. USની કંપનીઓએ ૪૦,૦૦૦થી વધુ IT પ્રોફેશનલ્સને નોકરીમાંથી કાઢ્યા.આ પગલાથી અમેરિકાના યુવાનોમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ કેરિયર તરફનું આકર્ષણ ઘટી રહ્યું છે અને આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.અમેરિકામાં H-1B વીઝાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે.
વ્હાઇટ હાઉસે દાવો કર્યાે છે કે કેટલીયે અમેરિકન કંપનીઓએ આ વર્ષે ૪૦૦૦૦થી વધુ અમેરિકી ટેક વર્કર્સને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને તેમના સ્થાને વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને H-1B વીઝા ધરાવનારાઓને નોકરી આપી છે.વ્હાઇટ હાઉસે કહ્યું કે આ પગલાથી અમેરિકાના યુવાનોમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ(એસટીઈએમ) કેરિયર તરફનું આકર્ષણ ઘટી રહ્યું છે અને આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે. વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરાયેલી ફેક્ટ શીટ અનુસાર, એક કંપનીએ ૫૧૮૯ H-1B વીઝાની મંજૂરી મળી, પરંતુ આ કંપનીએ ચાલું વર્ષમાં ૧૬૦૦૦ અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. બીજી એક કંપનીને ૧૬૯૮ H-1B વીઝાની મંજૂરી મળી, જ્યારે આ કંપનીએ ઓરેગનમાં ૨૪૦૦ કર્મીઓને જુલાઈમાં નોકરીમાંથી કાઢી મૂક્યા.
ત્રીજી એક કંપનીને ૨૦૨૨થી હમણાં સુધી ૨૭૦૦૦ અમેરિકન કર્મચારીઓને કાઢી મૂક્યા, જ્યારે આ કંપનીને આ સમયગાળા દરમિયાન ૨૫૦૭૫ H-1B વીઝા મળ્યા હતા. એક અન્ય કંપનીએ ફેબ્રુઆરીમાં ૧૦૦૦ અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લીધા, જ્યારે આ કંપનીને ૧૧૩૭ H-1B વીઝાની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે વ્હાઇટ હાઉસે એવો પણ ખુલાસો કર્યાે કે કેટલીક વાર અમેરિકન કર્મચારીઓને ગુપ્ત કરાર અંતર્ગત વિદેશી રિપ્લેસમેન્ટને ટ્રેનિંગ આપવા માટે મજબૂર કરવામાં આવ્યા.આ વિવાદની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે હવે કંપનીઓએ દરેક નવા H-1B વીઝા માટે ૧ લાખ ડોલર(લગભગ ૮૮ લાખ રૂપિયા) એકવાર આપવા પડશે. આ ર્નિણય H-1B પ્રોગ્રામનો દુરુપયોગ રોકવાનો, અમેરિકાના કર્મીઓને પગાર ઘટાડાથી બચાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે. આ ત્વરિત ટેક્સનો ર્નિણય H-1B વીઝા અરજી પર લાગુ થશે. જાેકે, પહેલાથી જાહેર કરાયેલા વીઝા અને તેના નવીનીકરણ પર તેની કોઈ અસર પડશે નહીં. આ નિયમ ૨૧મી સપ્ટેમ્બરથી લાગુ થશે.




