
માર્કાે રુબિયો આજથી ચાર દિવસ ભારતના પ્રવાસે, સૌ પ્રથમ કોલકાતા જશે એચ-૧બી વિઝા માટેના રજિસ્ટ્રેશનમાં ૩૮.૫ ટકાનો જંગી ઘટાડો નોંધાયો એચ-૧બી માટે પસંદ કરાયેલાં રજિસ્ટ્રેશનમાંથી માત્ર ૧૭.૭ ટકા જ નીચા વેતનની કેટેગરીમાંથી સિલેક્ટ કરાયાં
વધુ ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતાં તથા ઊંચુ વેતન ધરાવતાં લોકોને અગ્રતા આપવાની તથા એચ-૧બી વિઝાનો દુરૂપયોગ અટકાવવાની અમેરિકાની નીતિને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન એચ-૧બી વિઝાના રજિસ્ટ્રેશનમાં ૩૮.૫ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. ભારતીય પ્રોફેશ્નલ્સમાં સૌથી લોકપ્રિય એવી વિઝાની આ કેટેગરી પર અમેરિકાએ વિવિધ નિયંત્રણો લાદ્યાં છે.યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ)ના જણાવ્યાં અનુસાર, અમેરિકાના અર્થતંત્રમાં અસરકારક યોગદાન આપી શકે તેવા લોકોને આ વર્ષે વિઝા ફાળવણીમાં પ્રાથમિકતા અપાઈ છે. તાજેતરના વર્ષાેમાં જારી કરાયેલાં કુલ એચ-૧બી વિઝામાં ભારતીયોનો હિસ્સો અંદાજે ૭૧ ટકા જેટલો રહેવા પામ્યો છે. યુએસસીઆઈએસે જણાવ્યું છે કે, એચ-૧બી માટે પસંદ કરાયેલાં રજિસ્ટ્રેશનમાંથી માત્ર ૧૭.૭ ટકા જ નીચા વેતનની કેટેગરીમાંથી સિલેક્ટ કરાયાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં એચ-૧બી માટે કુલ ૩,૪૩,૯૮૧ રજિસ્ટ્રેશન સબમિટ કરાયાં હતાં, જે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ૩૮.૫ ટકા ઘટીને ૨,૧૧,૬૦૦ નોંધાયાં હતાં. મંજૂર કરાયેલી અરજીઓ પૈકીની ૭૫ ટકા અરજીઓ અનુસ્નાતક કે તેથી વધુ ડિગ્રી ધરાવતાં ઉમેદવારોની હતી. યુએસ સેક્રેટરી ઓફસ્ટેટ માર્કાે રુબિયો શનિવારથી ચાર દિવસ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તાજેતરમાં મોટું રાજકીય પરિવર્તન લાવનારા કોલકાતામાં તેઓ પ્રથમ તબક્કામાં જશે. છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વખત યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના છે. રુબિયો પહેલા વર્ષ ૨૦૧૨માં હિલેરી ક્લિન્ટન કોલકાતા ગયા હતા અને તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, રુબિયો સવારે ૭ કલાકે કોલકાતા પહોંચીને મધર ટેરેસા સ્થાપિત મિશનરીના વડામથકમાં જશે. ત્યારબાદ તેઓ આગ્રા, જયપુર અને દિલ્હીની મુલાકાતે જવાના છે. કોલકાતામાં અમેરિકાએ ભારત ખાતેની પ્રથમ કોન્સ્યુલેટની સ્થાપના કરી હતી.





