
૮ મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી B1 પુલ પર અમેરિકાના અટેક બાદ ઇરાન ભડક્યું ઈરાનમાં એક મુખ્ય પુલ પર યુએસ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા, ૯૫ લોકો ઘાયલ થયા હતા હકીકતમાં, ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી, ફાર્સે, ગલ્ફ દેશો અને જાેર્ડનમાં આઠ મહત્વપૂર્ણ પુલોની યાદી બહાર પાડી છે, જેને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હુમલા માટે સંભવિત લક્ષ્યો તરીકે ઓળખી કાઢ્યા છે.
ઈરાન કયા પુલોને નિશાન બનાવી શકે છે? :- અનાદોલુના એક અહેવાલ મુજબ, ઈરાનની યાદીમાં કુવૈતનો શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ સી બ્રિજ, સંયુક્ત આરબ અમીરાત (UAE)નો શેખ ઝાયેદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ, સાઉદી અરેબિયાને બહેરીન સાથે જાેડતો કિંગ ફહદ કોઝવે, તેમજ જાેર્ડનનો કિંગ હુસૈન બ્રિજ, દામિયા બ્રિજ અને અબ્દુન બ્રિજનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલો યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને “પાષાણ યુગ” મોકલવાની ધમકી આપ્યા બાદ થયો છે. ગુરુવારે થયેલા યુએસ-ઇઝરાયલી હુમલામાં મધ્ય પૂર્વના સૌથી ઊંચા પુલને આંશિક નુકસાન થયું હતું. ૧૩૬ મીટર ઉંચો B1 પુલ નિર્માણાધીન હતો અને તેહરાનને પશ્ચિમી શહેર કારાજ સાથે જાેડવાનો હતો. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
ઈરાનના રાજ્ય મીડિયાએ અલ્બોર્ઝ પ્રાંતના અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ઈરાનમાં એક મુખ્ય પુલ પર યુએસ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા અને લગભગ ૯૫ લોકો ઘાયલ થયા, જ્યાં લોકો નેચર ડેના સેલિબ્રેશન માટે એકઠા થયા હતા.
યુએસ પ્રમુખ ટ્રમ્પે તેહરાનથી ૩૫ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત B1 બ્રિજ પરથી ધુમાડો નીકળતો ફૂટેજ પોસ્ટ કર્યો હતો અને જાે ઈરાન પાંચ અઠવાડિયાના યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટો માટે સંમત નહીં થાય તો વધુ વિનાશની ચેતવણી આપી હતી.ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, “ઈરાનનો સૌથી મોટો પુલ તૂટી પડ્યો છે, તે ફરી ક્યારેય ઉપયોગમાં લેવાશે નહીં, અને બીજુ પણ ઘણું થવાનું છે. તે પહેલાં ખૂબ મોડું થઈ જાય, અને એક મહાન રાષ્ટ્ર બનવાની આશા ગુમાવે હવે ઈરાન માટે સમજૂતિ કરવાનો સમય આવી ગયો છે,
આ દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એક પોસ્ટમાં કહ્યું, “અધૂરા પુલો સહિત નાગરિક માળખા પર હુમલો કરવાથી ઈરાનીઓને શરણાગતિ સ્વીકારવા દબાણ કરવામાં આવશે નહીં. તે ફક્ત અવ્યવસ્થિત દુશ્મનની હાર અને નિરાશાને પ્રતિબિંબિત કરશે.”





