
યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા યુદ્ધ ક્યારે સમાપ્ત થાય તેના કોઈ અણસાર દેખાતા નથી જે યુદ્ધ થોડા દિવસોમાં ખતમ થઈ જશે તેવી આશા હતી તે યુદ્ધ સતત હુમલાઓના કારણે ભીષણ બની રહ્યું છે ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા છે. જે યુદ્ધ થોડા દિવસોમાં ખતમ થઈ જશે તેવી આશા હતી તે યુદ્ધ સતત હુમલાઓના કારણે ભીષણ બની રહ્યું છે. ઈરાનમાં સત્તા પરિવર્તન માટે શરૂ થયું હતું યુદ્ધ જેમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે હુમલા શરૂ કર્યા હતા. જાે કે, સુપ્રીમ લીડર અને ટોચના નેતાઓ ગુમાવ્યા બાદ પણ ઈરાન દરેક હુમલાનો જવાબ આપી રહ્યું છે. એટલું જ નહીં આ યુદ્ધની આગ ખાડી દેશો સુધી પણ પહોંચી હતી. આ સાથે જ ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મૂઝ બંધ કરતા યુદ્ધના કારણે દુનિયાના દેશોમાં ગેસ અને ઈંધણનું સંકટ પણ થયું. આ વચ્ચે યૂએસના સેન્ટ્રલ કમાન્ડનું મોટું નિવેદન પણ આજે સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યુએસએસ ત્રિપોલીમાં સવાર લગભગ ૩,૫૦૦ વધારાના સૈનિકો મધ્ય પૂર્વમાં પહોંચ્યા છે. ૩૧મી મરીન એક્સપિડિશનરી યુનિટના મરીન અને મરીન સહિત તે બધા ૨૭ માર્ચે આ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત ચાલી રહી છે.
યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સત્તાવાર રીતે આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. રવિવારે તેમણે ઇઝરાયેલ પર ક્રૂઝ મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કર્યાનો દાવો કર્યો છે.
પેન્ટાગોન ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન (જમીની હુમલો) માટેની યોજનાઓ તૈયાર કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની અને ખાર્ગ ટાપુ જેવા દરિયાકાંઠાના વિસ્તારો પર દરોડા પાડવાની યોજના છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા મથકો પર હુમલો કરવાની ધમકીને હાલ ૬ એપ્રિલ સુધી ટાળી છે, જેથી વાટાઘાટો માટે સમય મળી રહે.
ઈરાને બહેરીનના એલ્યુમિનિયમ બહેરીન પ્લાન્ટ પર હુમલો કર્યો છે, જેમાં બે કર્મચારીઓ ઘાયલ થયા છે. તેના જવાબમાં બહેરીને દેશમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
ઈરાકની રાજધાની ઇરબિલમાં અમેરિકી કોન્સ્યુલેટ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને અનેક ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેને અમેરિકી સુરક્ષા દળોએ હવામાં જ તોડી પાડ્યા હતા.
ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પર કડક નિયંત્રણ રાખ્યું છે, જેના કારણે વૈશ્વિક તેલના પુરવઠા પર મોટી અસર પડી છે. ટ્રમ્પે શરત મૂકી છે કે જાે ઈરાન આ માર્ગ નહીં ખોલે તો તેના પાવર પ્લાન્ટ્સને “નેસ્તનાબૂદ” કરવામાં આવશે.
તેલ અવીવ સહિત ઇઝરાયેલના અનેક શહેરોમાં સામાન્ય નાગરિકો આ યુદ્ધના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે દેખાવો કરી રહ્યા છે.





