
એસસીઓમાં વિદેશ મંત્રીએ મજબૂત રજૂઆત કરીત્રાસવાદ સામે ઝીરો ટોલેરન્સની આવશ્યકતા: વિદેશ મંત્રી જયશંકર. SCOની સ્થાપના આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના ત્રણ દૂષણોનો સામનો કરવા માટે કરવામાં આવી છે : જયશંકરઆતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે વિશ્વના દેશોને ઝીરો ટોલેરન્સની હાંકલ કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ત્રાસવાસને ક્યારેય ન્યાયી ઠેરવી શકાય નહીં, તેના તરફથી નજર પણ ફેરવી શકાય નહીં અથવા ઢાંકપિછોડો કરી શકાય નહીં. મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે દર્શાવ્યું છે કે આપણને આતંકવાદ સામે આપણા લોકોનો બચાવ કરવાનો અધિકાર છે અને અમે તેનો ઉપયોગ કરતાં રહીશું.
SCO એ બદલાતા વૈશ્વિક પરિદૃશ્યને અનુરુપ બનવું જાેઇએ, એજન્ડાને વિસ્તૃત બનાવવો જાેઇએ અને કાર્યપદ્ધતિમાં સુધારો કરવો જાેઇએ. આ ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં અમે સકારાત્મક અને સંપૂર્ણ યોગદાન આપીશું. જયશંકરે જણાવ્યું હતું કે આપણે ક્યારેય ન ભૂલવું જાેઈએ કે SCO ની સ્થાપના આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના ત્રણ દૂષણોનો સામનો કરવા માટે કરવામાં આવી હતી. આ ખતરા છેલ્લા કેટલાંક વર્ષાેમાં વધુ ગંભીર બન્યા છે. દુનિયા આતંકવાદ પ્રત્યે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવે તે જરૂરી છે. કોઈ વાજબીપણું હોઈ શકે નહીં, કોઈ નજર ફેરવી ન શકાય અને કોઈ ઢાંકપિછોડો થઈ શકે નહીં.




