
નેતાઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ.૧૯ ડિસેમ્બરે ખુલશે દુનિયાને હચમચાવી નાંખે તેવા રાઝ!.૨૦૧૯માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા.અમેરિકન કોંગ્રેસ દ્વારા પસાર થયેલા નવા કાયદા હેઠળ ‘ન્યાય વિભાગ’ (DOJ)ને જેફ્રી એપસ્ટિનની તપાસ સંબંધિત હજારો દસ્તાવેજાે જાહેર કરવાની ફરજ પાડવામાં આવી છે, જે શુક્રવાર, ૧૯ ડિસેમ્બરના રોજ જાહેર કરાશે. ૨૦૧૯માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા. જેફ્રીની ભવ્ય જીવનશૈલી અને હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સાથેના સંબંધોએ આ કેસને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.
જેફ્રી એપસ્ટિન અને ગિસ્લેઇન મેક્સવેલે સગીર બાળાઓની જાતીય તસ્કરી અને શોષણનું આપરાધિક નેટવર્ક ચલાવ્યું હતું, જેમાં જેફ્રી મુખ્ય ગુનેગાર હતો. તે નાણાં પૂરા પાડનાર ક્લાયન્ટ શોધી લાવતો. ‘મેડમ’ તરીકે ઓળખાતી ગિસ્લેઇન જેફ્રીની સહયોગી તરીકે કામ કરીને સગીર છોકરીઓની ભરતી કરતી, તેમને તાલીમ આપતી અને પછી તેમને એપસ્ટિનના શક્તિશાળી મિત્રો પાસે ખાનગી ટાપુ કે અંગત માલિકીના મકાનોમાં મોકલતી, જ્યાં નાણાંના બદલામાં એ છોકરીઓ સાથે જાતીય દુર્વ્યવહાર કરવામાં આવતો.
જેફ્રી એપસ્ટિને ૧૦ ઑગસ્ટ, ૨૦૧૯ના રોજ ન્યૂ યોર્કની જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેનું મૃત્યુ વિવાદાસ્પદ રહ્યું છે. અનેકોએ જેફ્રીને મારી નંખાયો હોવાની શંકા વ્યક્ત કરી છે. ડિસેમ્બર, ૨૦૨૧માં કોર્ટે ગિસ્લેઇનને ‘બાળ-તસ્કરી’ અને બીજા ‘પાંચ ફોજદારી ગુના’ માટે દોષિત ઠેરવીને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી હતી, જે તેણી હાલ ભોગવી રહી છે.
કારણ છે એક ખાસ કાયદો. કોંગ્રેસ (અમેરિકાની સંસદ) એ એક નવો નિયમ પસાર કર્યો છે, જેને ‘એપસ્ટિન ફાઈલ્સ ટ્રાંસપેરેન્સી એક્ટ’ કહેવાય છે. આ નિયમ ફક્તત્રણ પાનાનો છે, પણ ખૂબ સ્પષ્ટ છે. નિયમ મુજબ, ન્યાય વિભાગે(ર્ડ્ઢંત્ન- ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ) હવે એપસ્ટિન અને તેની સહયોગી ગિસ્લેઇન મેક્સવેલ સાથે સંબંધિત તમામ દસ્તાવેજાે જાહેર કરવા ફરજ પડી ગઈ છે. એટલે કે, જે કંઈ પણ ખુલ્લી (અવર્ગીકૃત) માહિતી તેમની પાસે છે, તે બહાર પાડવી પડશે. જેમ કે:
– કોણે, ક્યારે, ક્યાં મુસાફરી કરી તેના રેકોર્ડ.
– બેંક અને નાણાંના લેવડ-દેવડના કાગળિયાં.
– કંપનીઓના દસ્તાવેજાે.
– જેલમાં એપસ્ટિનના મૃત્યુની તપાસના કાગળિયાં.
સીધા શબ્દોમાં કહીએ તો, કોંગ્રેસે કાયદો બનાવીને સરકારને આ માહિતી છુપાવવાની મનાઈ ફરમાવી દીધી છે, તેથી જ હવે તે જાહેર થઈ રહી છે.
જાહેર થનારી સામગ્રીમાં શું શામેલ હોઈ શકે?
– FBI ની બે તપાસની વિગતો: ૨૦૦૬માં ફ્લોરિડામાં શરૂ થયેલી પ્રથમ તપાસ અને ૨૦૧૯માં ન્યૂ યોર્કમાં શરૂ થયેલી બીજી (મુખ્ય) તપાસની વિગતો.
– વિવિધ પુરાવા: ૩૦૦થી વધુ ગીગાબાઇટનો ડેટા, જેમાં હ્લમ્ૈંના સાક્ષી ઇન્ટરવ્યૂ, સર્ચ વોરંટ્સ, બેંક રેકોર્ડ, ઇમેઇલ્સ, ફોરેન્સિક રિપોર્ટ્સ, પામ બીચ પોલીસ દસ્તાવેજાે અને ઇમિગ્રેશન રેકોર્ડ શામેલ હોઈ શકે છે.
– ગ્રાન્ડ જ્યુરી સામગ્રી: ન્યાયાધીશોએ આ સામગ્રી જાહેર કરવાનો માર્ગ મોકળો કર્યો છે, પરંતુ મેક્સવેલના કેસમાંથી મોટાભાગની સામગ્રી પહેલેથી જ જાહેર થઈ ચુકી હોવાનું મનાય છે.
શું છુપાવવામાં આવશે? શેમાં સુધારા કરાશે?
કાયદો સ્પષ્ટ કરે છે કે, શરમ, પ્રતિષ્ઠાને નુકસાન અથવા રાજકીય સંવેદનશીલતાના આધાર પર કોઈ સામગ્રી રોકી શકાતી નથી. માત્ર નીચે દર્શાવેલા મુદ્દાઓમાં જ સુધારા કરવાની છૂટ છે:
૧. પીડિતોની ઓળખ છુપાવવી.
૨. બાળ દુર્વ્યવહારની ગ્રાફિક સામગ્રી.
૩. શારીરિક દુર્વ્યવહારની ગ્રાફિક સામગ્રી.
૪. સક્રિય તપાસને જાેખમમાં મૂકતી માહિતી.
૫. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત દસ્તાવેજાે.
નોંધ: એપસ્ટિનની મિલકતમાંથી મળેલા હજારો નગ્ન ફોટોગ્રાફ્સ જાહેર થશે નહીં.
ગોપનીયતાની અને રાજકીય પક્ષપાતની ચિંતા
– પીડિતોની ગોપનીયતા: ઘણા પીડિતો તેમની ઓળખ જાહેર થવાથી ભયભીત છે, તેઓ કાળજીપૂર્વકના સંપાદનની માંગ કરી રહ્યા છે. એટલે કે તેઓ ઈચ્છે છે કે, જે કંઈ દસ્તાવેજ જાહેર કરવામાં આવે એમાં એ રીતે સુધારા કરાય કે કોઈની ઓળખ છતી ન થાય.
– રાજકીય પક્ષપાતની આશંકા: કેટલાકને શંકા છે કે ટ્રમ્પ પ્રશાસન સંબંધિત સામગ્રી ઇરાદાપૂર્વક છુપાવવામાં આવશે, જ્યારે ડેમોક્રેટ્સ સંબંધિત માહિતી આસાનીથી જાહેર કરી દેવાશે.
– નવી માહિતીની અપેક્ષા: નિષ્ણાતોને અપેક્ષા છે કે આ દસ્તાવેજાેમાંથી કંઈક નવી માહિતી મળશે. અત્યારે સુધી દાખલ ન થયેલા આરોપોના ડ્રાફ્ટ, હ્લમ્ૈંને મળેલા સૂચનો અને તપાસકર્તાઓ વચ્ચેના આંતરિક સંદેશાવ્યવહાર જાહેર થવાની અપેક્ષા રખાઈ રહી છે.ઘણા દસ્તાવેજાે પહેલાથી જ વિવિધ મુકદમાઓ દ્વારા જાહેર થઈ ચુક્યા છે. તેમ છતાં આ વખતે ખૂબ મોટી માત્રામાં દસ્તાવેજાે જાહેર થવાની ધારણા હોવાથી કેટલીક નવી માહિતી મળી શકે એમ છે, ખાસ કરીને તપાસના આંતરિક સંદેશાવ્યવહારોમાં. છેવટનું લક્ષ તો ન્યાયની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનું જ છે, પરંતુ પીડિતોની ગોપનીયતા જળવાઈ રહે અને ન્યાયિક પ્રક્રિયાનું રક્ષણ થાય, એ પણ ધ્યાનમાં રાખવું પડશે.




