
અંડર કન્સ્ટ્રક્શન એરિયામાંથી ચોરો ઘૂસ્યાપેરિસમાં મ્યુઝિયમમાંથી સાત મિનિટમાં કિંમતી દાગીના ચોરાયાપેરિસના પ્રખ્યાત લોર મ્યૂઝિયમમાં નેપોલિયનના અંગત કલેક્શનની અમૂલ્ય જ્વેલરી રાખવામાં આવી હતીપ્રખ્યાત મ્યુઝિયમમાંથી કિંમતી અને દુર્લભ દાગીનાની ચોરીના દૃશ્ય અનેક ફિલ્મોમાં જાેવા મળેલા છે. ફેશન નગરી પેરિસના પ્રખ્યાત લોર મ્યૂઝિયમમાંથી ભરચક ભીડ વચ્ચેથી દુર્લભ દાગીનાની ચોરી થતાં ચકચાર મચી છે. માત્ર ૭ મિનિટમાં દાગીનાની ચોરી કર્યા પછી ભેજાબાજ લૂટારુઓ ટુ-વ્હિલર પર નાસી છૂટ્યા હતા. સમગ્ર ફ્રાન્સમાં તસ્કરોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.ફ્રાન્સના સાંસ્કૃતિક મંત્રી રેચિડા ડટીએ એક્સ પોસ્ટ પર જણાવ્યુ હતું કે, લોર મ્યૂઝિયમમાં રવિવારે સવારો ચોરી થઈ હતી.
આ ઘટનામાં કોઈ ઈજા થઈ ન હતી. ફ્રાન્સના આંતરિક મંત્રી લોરેન નુએઝે આ ઘટનાને મોટી લૂટ ગણાવતા કહ્યુ હતું કે, લૂટારુઓ બાસ્કેટ લિફ્ટની મદદથી ઘૂસ્યા હતા. અંડર કન્સ્ટ્રક્શન એરિયામાં આવેલી બાસ્કેટ લિફ્ટમાંથી તેઓ આવ્યા હતા. આ બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ સામાનની હેર ફેર માટે થતો હોય છે. બાદમાં તેઓ ડિસ્ક કટરની મદદથી બારી તોડવામાં સફળ રહ્યા હતા. બારી તોડીને એપોલો ગેલેરી ખાતે આવેલા રૂમમાં પહોંચ્યા હતા. આ ઘટના સવારે ૯.૩૦ના અરસામાં બની હતી. તે સમયે મ્યૂઝિયમને જાહેર જનતા માટે શરૂ કરી દેવામાં આવ્યુ હતું. માત્ર સાત મિનિટના જ સમયમાં ઘરેણાં ચોરીને તસ્કરો ટુ-વ્હિલર પર નાસી છૂટ્યા હતા. સમગ્ર ફ્રાન્સમાં આ ઘટનાને જ્વેલરી હેઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઘટના બાદ ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે અને ચોરાયેલી વસ્તુઓની યાદી તૈયાર થઈ રહી છે. પેરિસના પ્રખ્યાત લોર મ્યૂઝિયમમાં નેપોલિયનના અંગત કલેક્શનની અમૂલ્ય જ્વેલરી રાખવામાં આવી હતી. પેરિસમાં રોજના સેંકડો લોકો આ મ્યૂઝિયમમાં આ કલેક્શન જાેવા આવતા હતા.
ચોરોએ પ્રદર્શન સ્થળે આવેલી એપોલો ગેલેરીના બે ડિસ્પ્લેને ટાર્ગેટ બનાવ્યા હતા. નેપોલિયનના ઘરેણામાંથી ૯ કિંમતી વસ્તુઓ ચોરાઈ હોવાનું કહેવાય છે. ચોરાયેલા દાગીના પૈકીની એક વસ્તુ બાદમાં મ્યુઝિયમની બહારથી મળી આવી હતી. નેપોલિયનના ઘરેણાં ઉપરાંત સમ્રાટ યુજિનનો મુગટ પણ ચોરાયો હતો, જે બાદમાં મ્યુઝિયમ બહારથી મલી આવ્યો હતો. આ મુગટ નીચે પડી જવાથી તૂટી ગયેલો હતો.




