
આ પ્રોગ્રામ હેઠળ વધુ ૧૨ દેશોનો સમાવેશ થશે.યુએસ વિઝા માટે ૫૦ દેશોના નાગરિકોએ ઇં૧૫,૦૦૦ના બોન્ડ આપવા પડશે.૨ એપ્રિલથી કંબોડિયા, ઇથોપિયા, મોઝામ્બિક સહિતના દેશોનો વિઝા બોન્ડ પ્રોગ્રામમાં સમાવેશ.અમેરિકા ૨ એપ્રિલથી તેના વિઝા બોન્ડ પ્રોગ્રામમાં વધુ ૧૨ દેશોનો સમાવેશ કરશે અને તેનાથી આ પ્રોગ્રામ હેઠળના દેશોની સંખ્યા વધી ૫૦ થશે. બે એપ્રિલથી વધુ ૧૨ દેશોના નાગરિકોએ બિઝનેસ અને ટુરિઝમ માટે બી-વન અને બી-વન વિઝા મેળવવા માટે ૧૫,૦૦૦ ડોલરના બોન્ડ આપવા પડશે. જાેકે અમેરિકામાં ઓવરસ્ટે ન કરે અને અને સમયસર યુએસ છોડી દેનારા વિઝાધારકોને આ નાણા પરત કરાશે.
આ નિયમનો હેતુ વિઝાની મુદત પછી પણ અમેરિકામાં રહેતા લોકો પર અંકુશ મેળવવાનો છે. બીજી એપ્રિલથી આ પ્રોગ્રામ હેઠળ વધુ ૧૨ દેશોનો સમાવેશ થશે. તેમાં કંબોડિયા, ઇથોપિયા, જ્યોર્જિયા, ગ્રેનાડા, લેસોથો, મોરેશિયસ, મંગોલિયા, મોઝામ્બિક, નિકારાગુઆ, પાપુઆ ન્યૂ ગિની, સેશેલ્સ અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે. અગાઉ આ યાદીમાં બાંગ્લાદેશ, ભૂતાન, ક્યુબા, ફિજી, નામિબિયા, નેપાળ, નાઇજિરાય, યુગાન્ડા, વેનેઝુએલા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે જેવા ૩૮ દેશોનો સમાવેશ કરાયો હતો.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન જાેખમ પરિબળોના આધારે આ કાર્યક્રમનો વધુ વિસ્તૃત પણ બનાવી શકાય છે. આનો અર્થ એવો થાય છે કે હજુ બીજા કેટલાંક દેશોનો પણ તેમાં સમાવેશ થઈ શકે છે. આ પ્રોગ્રામથી અમેરિકાને થતાં નાણાકીય લાભનો ઉલ્લેખ કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે રહેતાં વિદેશીઓનો દેશનિકાલ કરવા માટે અમેરિકાને સરેરાશ ૧૮,૦૦૦ ડોલરનો ખર્ચ થાય છે. વિઝા બોન્ડ પ્રોગ્રામ ઓવરસ્ટે ઘટાડે છે અને તેનાથી અમેરિકાને ૮૦ કરોડ ડોલર સુધીની બચત થાય છે.




