
પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું તેહરાનમાં સ્વાગત કર્યું તેહરાનમાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં અમેરિકા સાથે તાજેતરના મેસેજની આપ-લે તેમજ અટકેલી વાટાઘાટો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ૧૨ એપ્રિલે ઇસ્લામાબાદમાં થયેલી વાટાઘાટો કોઈ નક્કર પરિણામ આપી શકી નથી. આ કૂટનીતિક ગતિરોધ તોડવા માટે હવે નવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું તેહરાનમાં સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને વાતચીત માટે પ્લેટફોર્મ પૂરું પાડીને મુખ્ય ભૂમિકા ભજવી છે અને ખાતરી આપી હતી કે બંને દેશો આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જનરલ મુનીર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક નવો મેસેજ લઈને પહોંચ્યા છે, જે સંભવિત બીજા રાઉન્ડની વાટાઘાટો માટે હોઇ શકે છે. આ બેઠકને અમેરિકા અને ઈરાન વચ્ચે અટકેલી વાતચીત ફરી શરૂ કરવા માટે છેલ્લા પ્રયાસ તરીકે જાેવામાં આવી રહી છે.
આ કૂટનીતિક પ્રવૃત્તિ એવા સમયે બની રહી છે, જ્યારે સતત તણાવની સ્થિતિ વધી રહી છે, ટૂંક સમયમાં બે અઠવાડિયાનો યુદ્ધવિરામ પણ સમાપ્ત થવાનો છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ યુદ્ધવિરામ લંબાવવાના પક્ષમાં નથી, પરંતુ વાટાઘાટો દ્વારા સમાધાન ઇચ્છે છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે આગામી દિવસોમાં એક મોટો ર્નિણય લેવામાં આવી શકે છે. નજીકના ભવિષ્યમાં આ વાટાઘાટોનો આગામી રાઉન્ડ ફરી એકવાર ઇસ્લામાબાદમાં યોજાઈ શકે છે, જેમાં સંભવત: યુએસ ઉપરાષ્ટ્રપતિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવાર, ૧૬ એપ્રિલના રોજ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન ટૂંક સમયમાં વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તૈયાર છે. જાેકે, હાલમાં વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે સ્થળ અથવા તારીખ અંગે કોઈ માહિતી નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ઈરાન સાથે વાતચીત કરવા માટે તેહરાનમાં છે.





