
પાકિસ્તાન આક્રમક બન્યું મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને ઠાર માર્યા દક્ષિણ-પશ્ચિમ સરહદ પર આવેલાં ૧૬ સ્થળોએ તાલિબાનો દ્વારા થયેલા હુમલાઓને પણ નિષ્ફળ બનાવ્યો દાવો.
પાકિસ્તાનના સુરક્ષા દળોએ ગઇકાલે રાત્રે હાથ ધરેલાં એક મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તદઉપરાંત મંગળવારે વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમ સરહદ પર આવેલા ૧૬ સ્થળોએ તાલિબાનો દ્વારા થયેલા હુમલાઓને પણ નિષ્ફળ બનાવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.માહિતી અને પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરારે ૨૬ ફેબ્રુઆરીએ અફઘાન તાલિબાનનો દ્વારા કરાયેલા લશ્કરી હુમલાના જવાબમાં શરૂ કરાયેલ ‘ઓપરેશન ગઝબ લિલ હક’ અંગે માહિતી આપી હતી. તરારે જણાવ્યું હતું કે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સરહદી વિસ્તારોમાં રાત્રિ દરમિયાનની લશ્કરી કાર્યવાહી દરમિયાન ૪૦ અફઘાન તાલિબાન સભ્યોને ઠાર કરવામાં આવ્યા હતા. “એક સ્થળે હુમલો કરવાનો પ્રયાસ થયો હતો, જ્યારે ૧૨ સ્થળોએ ઘાતક શસ્ત્રો દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા, જેને કોઈપણ જાતની જાનહાનિ વિના નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા,” એમ તેમણે ઠ પર મૂકાયેલા અપડેટમાં જણાવ્યું હતું. “ખૈબર પખ્તૂનખ્વામાં રાત્રિ દરમ્યાન હાથ ધરાયેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા ૪૦ અફઘાન તાલિબાન માર્યા ગયા,” એમ તેમણે ઉમેર્યું અને કહ્યું કે ‘ફોલો-અપ’ કાર્યવાહી ચાલુ છે.
દરમ્યાન, અફઘાન તાલિબાને ઉત્તરી બલૂચિસ્તાનના કિલ્લા સૈફુલ્લાહ, નોશ્કી અને ચમન જિલ્લાઓના સરહદી વિસ્તારોમાં ૧૬ સ્થળોએ ઝપાઝપી અને મારામારી જેવા શારીરિક હુમલા કર્યા હતા, જ્યારે ૨૫ સ્થળોએ ઓટોમેટિક શસ્ત્રો વડે પાકિસ્તાનના દળો સાથે અથડામણ કરી હતી. “બધા સ્થળોએ થયેલા હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા, જેમાં અફઘાન તાલિબાનના ૨૭ સભ્યો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા,” એમ તેમણે જણાવ્યું| મંત્રીએ વધુમાં જણાવ્યું કે પેરામિલિટરી ળન્ટિયર કોર્પ્સ (એફસી) બલૂચિસ્તાન નોર્થનો એક જવાન શહીદ થયો અને પાંચ સૈનિકો ઘાયલ થયા હતા. સોમવારે મંત્રીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સુરક્ષા દળોએ ૪૩૫ અફઘાન તાલિબાન લડવૈયાઓને ઠાર કર્યા અને અન્ય ૬૩૦ને ઇજા પહોંચી હતી. તેમણે કહ્યું કે ૧૮૮ ટેન્કો અને બખ્તરબંદ વાહનો નષ્ટ કરવામાં આવ્યા, ૩૧ અફઘાન ચૌકીઓ કબજે લેવામાં આવી અને અફઘાનિસ્તાનના વિવિધ ૫૧ સ્થળોએ હવાઈ હુમલાઓ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા.




