
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દરેક જણ ઉત્સુક છે. આ કાર્યક્રમ માટે અનેક વિપક્ષી પાર્ટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે આમંત્રણ ઠુકરાવી દેતા રાજકારણ ગરમાયું હતું.
પીએમ મોદી આ રામ મંદિર કાર્યક્રમના મુખ્ય યજમાન હશે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પાર્ટી લાઇન મુજબ રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે નહીં. તે દિવસે રાહુલ શું કરશે તે પણ જાહેર થયું છે.