
એશિયાનો સૌથી મોટા ટેક ઇવેન્ટનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું.ભારત ડિજિટલ દુનિયામાં બની રહ્યું છે ગેમ ચેન્જર, હવે દેશ 6G ઇન્ટરનેટ સ્પીડ માટે તૈયાર.આ નવી 4G સિસ્ટમ માત્ર ઝડપી ઇન્ટરનેટ સ્પીડ અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન જ નહીં કરે, પરંતુ સેવાઓને વધુ વિશ્વસનીય પણ બનાવશે : મોદી.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે ૨૦૨૫ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC), એશિયાનો સૌથી મોટો ટેક ઇવેન્ટ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું અને તેમના ભાષણમાં, તેમણે ભારતના સ્વદેશી ૪ય્ સ્ટેક પર પ્રકાશ પાડ્યો હતો, જે એક મોટી તકનીકી સિદ્ધિ માનવામાં આવી રહી છે. તેમણે તેને ભારતની સ્વદેશી ટેકનોલોજીના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ નવી ૪ય્ સિસ્ટમ માત્ર ઝડપી ઇન્ટરનેટ સ્પીડ અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન જ નહીં કરે, પરંતુ સેવાઓને વધુ વિશ્વસનીય પણ બનાવશે.
તેમણે જણાવ્યું કે, દેશમાં ૧૦૦,૦૦૦ ૪ય્ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. વધુમાં, આ મેડ-ઇન-ઇન્ડિયા ૪ય્ સ્ટેક હવે નિકાસ માટે તૈયાર છે, જે ભારતની તકનીકી ક્ષમતાઓને વિશ્વ સમક્ષ મુકે છે. છેલ્લા દાયકાના અનુભવનો ઉપયોગ કરીને, તેમણે ભાર મૂક્યો કે, દેશની ઝડપથી વિકસતી ડિજિટલ ટેકનોલોજીને ટેકો આપવા માટે આધુનિક કાનૂની માળખું આવશ્યક છે.
આ દરમિયાન, સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, ભારતની તકનીકી મહત્વાકાંક્ષાઓ ફક્ત ૫ય્ સુધી મર્યાદિત નથી. ભારત ૬ય્ માં ૧૦% વૈશ્વિક પેટન્ટ મેળવવાનું લક્ષ્ય રાખે છે. તેમણે એમ પણ કહ્યું કે, ૨૦૩૩ સુધીમાં સેટેલાઇટ સંચાર બજાર ત્રણ ગણું વધીને આશરે ઇં૧૫ બિલિયન થઈ જશે.
સિંધિયાએ કહ્યું કે, સેટકોમ ટેકનોલોજી જમીનથી સમુદ્ર અને અવકાશ સુધી કનેક્ટિવિટીનું વિસ્તરણ કરી રહી છે. તેમણે ભાર મૂક્યો હતો કે, આ સમગ્ર તકનીકી ક્રાંતિ પાછળ સૌથી મોટી શક્તિ ભારતના લોકો છે. ભવિષ્યમાં, ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલી સક્ષમ શક્તિ બનશે. સિંધિયાએ ભારતના ડિજિટલ નેતૃત્વ વિશે પણ વાત કરતા કહ્યું કે, દેશ હવે તકનીકી રીતે પાછળ નથી રહ્યો, પરંતુ વૈશ્વિક ડિજિટલ નેતા બની ગયો છે.
તેમણે કહ્યું કે, “એ દિવસ દૂર નથી, જ્યારે લોકો કહેશે કે, દુનિયા ભારત પર ર્નિભર છે. હું તમને અહીં ડિઝાઇન કરવા, અહીં ઉકેલો વિકસાવવા અને દરેક જગ્યાએ તેનો વિસ્તાર કરવા વિનંતી કરું છું. ભારત નવીનતા લાવે છે, અને દુનિયા બદલાય છે.”
તેમણે એ પણ જણાવ્યું કે, ભારત હવે ફક્ત સેવા રાષ્ટ્ર નહીં, પણ એક ઉત્પાદન રાષ્ટ્ર બની ગયું છે. પ્રધાનમંત્રીની PLI (ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજનાએ અત્યાર સુધીમાં આશરે ૯૧,૦૦૦ કરોડનું નવું ઉત્પાદન ઉત્પન્ન કર્યું છે, નિકાસમાં ૧૮,૦૦૦ કરોડનો વધારો કર્યો છે અને ૩૦,૦૦૦ નવી નોકરીઓનું સર્જન કર્યું છે.
આ કાર્યક્રમમાં, પીએમ મોદીએ કહ્યું કે, “આજે, દેશમાં ૧ય્મ્ વાયરલેસ ડેટા એક કપ ચા કરતાં પણ ઓછો ખર્ચ કરે છે, જે દર્શાવે છે કે ડિજિટલ સેવાઓ હવે દરેક સામાન્ય માણસની પહોંચમાં છે. તેમણે એ પણ ભાર મૂક્યો કે, સાયબર છેતરપિંડી અટકાવવા માટે દેશના કાયદાઓને મજબૂત બનાવવામાં આવ્યા છે અને ફરિયાદ નિવારણ પ્રણાલીમાં પણ સુધારો થયો છે.
જણાવી દઈએ કે, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ૨૦૨૫ એ ભારતની તકનીકી સિદ્ધિઓ અને ભવિષ્યની મહત્વાકાંક્ષાઓને પ્રકાશિત કરી હતી. ૪ય્ અને ૫ય્ નેટવર્કનું વિસ્તરણ, સેટેલાઇટ કોમ્યુનિકેશન, ૬ય્ તૈયારી અને ડિજિટલ કૌશલ્યમાં રોકાણ ભારતને વૈશ્વિક સ્તરે એક મજબૂત ટેકનોલોજીકલ શક્તિ બનાવી રહ્યા છે.




