
દોહાથી હોંગકોંગ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ.કતાર એરવેઝની ફ્લાઈટમાં ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ.એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.અમદાવાદ એરપોર્ટ પર દોહાથી હોંગકોંગ જતી કતાર એરવેઝની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફ્લાઈટમાં ખામી સર્જાતા આજે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગનો કોલ મળતાંની સાથે જ ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય કરી દેવાઈ હતી. હાલમાં ફ્લાઈટમાં સર્જાયેલી ટેકનિકલ ખામી શું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ ફ્લાઈટને ફરી હોંગકોંગ જવા માટે રવાના કરાશે.




