રશિયાએ ગુરુવારે અવકાશમાં નવી રશિયન પરમાણુ ક્ષમતાઓ અંગેના અમેરિકાના દાવાને ફગાવી દીધા હતા. રશિયાએ અમેરિકાના દાવાને દૂષિત અને વ્હાઇટ હાઉસની ષડયંત્ર ગણાવી હતી. કહ્યું- અમેરિકાએ આવું એટલા માટે કહ્યું જેથી તે અમેરિકન ધારાસભ્યોને મોસ્કો સાથે સ્પર્ધા કરવા માટે વધુ ફંડ મંજૂર કરવા માટે પ્રેરિત કરી શકે.
અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીએ શું કર્યો દાવો?
અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીએ દાવો કર્યો હતો કે રશિયા અંતરિક્ષમાં પોતાની પરમાણુ શક્તિ વધારી રહ્યું છે, જે ઘણું ખતરનાક છે. રશિયન સેના અવકાશમાં પરમાણુ વિરોધી ઉપગ્રહ સિસ્ટમ તૈનાત કરવા માંગે છે જેથી તે અંતરિક્ષમાં જઈને દુશ્મનના તમામ નેવિગેશન ઉપગ્રહોને નષ્ટ કરી શકે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે વ્હાઇટ હાઉસ કોઈપણ રીતે યુએસ સંસદને ભંડોળની ફાળવણીના બિલ પર મતદાન કરવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એમ પણ કહ્યું કે અમેરિકા ઘણા નવા હથિયારો પણ વિકસાવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે અમેરિકા રશિયા અને ચીનને પોતાના મોટા હરીફ માને છે. તેમનું કહેવું છે કે રશિયા અને ચીન બંને પરમાણુ, સાયબર અને અવકાશ ક્ષમતાઓ સહિત નવી શસ્ત્ર પ્રણાલીઓની શ્રેણી વિકસાવી રહ્યા છે.