
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે શ્રીલંકાએ મોટું પગલું ભર્યું છે. આ પગલા હેઠળ શ્રીલંકાએ રશિયા અને યુક્રેનના હજારો પ્રવાસીઓને બે સપ્તાહની અંદર દેશ છોડી દેવા માટે કહ્યું છે. 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ લગભગ 3 લાખ રશિયન અને 20 હજાર યુક્રેનિયનો શ્રીલંકા પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના કારણે રશિયન અને યુક્રેનિયન પ્રવાસીઓને વિસ્તૃત વિઝા હેઠળ રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.
વિઝાની મુદત પૂરી થવા પર લેવાયો નિર્ણય
હાલમાં વિસ્તૃત વિઝા પર ટાપુ દેશમાં રોકાયેલા પ્રવાસીઓની સંખ્યા ઉપલબ્ધ નથી. અધિકારીઓએ જણાવ્યું કે ઇમિગ્રેશન કંટ્રોલરે પર્યટન મંત્રાલયને નોટિસ જારી કરીને કહ્યું છે કે રશિયન અને યુક્રેનિયન પ્રવાસીઓએ 23 ફેબ્રુઆરીથી બે અઠવાડિયાની અંદર દેશ છોડવો પડશે. તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે.

રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ તપાસના આદેશ આપ્યા છે
બીજી તરફ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયે નોટિસ જારી કરીને તપાસના આદેશ આપ્યા છે. આદેશમાં અગાઉના વિસ્તરણને રદ કરવાના કેબિનેટના નિર્ણય વિના તેમને દેશ છોડવા માટે કહેવાનો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો તેની તપાસ માટે કહેવામાં આવ્યું છે.
